GSTV
Home » News » ‘બોલ સાથે ચેડાં કરવા માટે હાથ પર ટેપ લગાવતો હતો વૉર્નર’ એલિસ્ટર કુકનો ચોંકાવનારો ખુલાસો

‘બોલ સાથે ચેડાં કરવા માટે હાથ પર ટેપ લગાવતો હતો વૉર્નર’ એલિસ્ટર કુકનો ચોંકાવનારો ખુલાસો

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે એકવાર તેમને જણાવ્યું હતું કે તે પ્રથમ શ્રેણીની મેચોમાં બોલ સાથે ચેડા કરવા માટે હાથમાં ટેપ લગાવતો હતો. બોલ સાથે ચેડા કરવાના કારણે જ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સાથે જ ગત વર્ષે સાઉથ આફ્રિકામાં માર્ચમાં કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં બોલ સાથે ચેડા કરતા ઝડપાયો હતો.

એક અહેવાલ અનુસાર કુકે જણાવ્યું કે, ડેવિડ વોર્નરે બીયર પીધા બાદ જણાવ્યું હતું કે તે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં હાથ પર ટેપ લગાવીને બોલ સાથે ચેડા કરતો હતો. તે ટેપ પર એવો પદાર્થ લગાવતો હતો જેથી બોલ જલ્દી બગડી જાય. મે સ્ટીવ સ્મિથ તરફ જોયુ જે ઇશારમાં કહી રહ્યો હતો, તમારે આવું કરવું જોઇતું ન હતુ.

કુકે કહ્યું કે, સ્ટુઅર્ટ બ્રોડે આ વાતને સારી રીતે સમાપ્ત કરી અને કહ્યું કે એશેઝમાં તે બોલને રિવર્સ સ્વિંગ કરાવી રહ્યો હતો. તમે જે કરી રહ્યા હતાં તેમાં બદલાવ શા માટે? અચાનક સેંડપેપર શા માટે? લોકો જાણતા હતાં કે શું થઇ રહ્યું છે, પરંતુ આ ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટ માટે સૌથી સારી વસ્તુ થઇ કારણ કે તેનાથી તેમને ખબર પડી કે આ પ્રકારની હરકત માન્ય નથી. કોઇપણ હાલતમાં જીતની તેમની જે સંસ્કૃતિ તેમણે બનાવી હતી તેને ઓસ્ટ્રેલિયન જનતા ઇચ્છતી ન હતી.

Read Also

Related posts

વિચિત્ર રિવાજ! પતિ પહેલાં યુવતીએ અનેક પુરુષો સાથે બાંધવા પડે છે સંબંધ, માતા-પિતા જ બનાવીને આપે છે ખાસ ઝુંપડી

Bansari

પતિ સાથે થયો ઝગડો તો પત્નીએ પાડોશી સાથે બનાવ્યા સંબધ, પછી થયું એવું કે…

pratik shah

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે કોંગ્રેસ બાદ આ પાર્ટી આવી મેદાને, કહ્યું- અહિંયા બધુ બરાબર નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!