GSTV

૯/૧૧ અમેરિકા આતંકી હુમલાની ૨૦મી વરસીએ અલ-ઝવાહિરીનો વીડિયો વાઈરલ, ૨૦૨૦ના અંતમાં મોત થયાના અહેવાલ હતા

અમેરિકા

Last Updated on September 13, 2021 by Bansari

અમેરિકા પર ૯/૧૧ના હુમલાની ૨૦મી વરસીએ ફરી એક વખત એક સમયે દુનિયાના ખૂંખાર આતંકી સંગઠન અલ-કાયદાના સુપ્રીમો અલ-ઝવાહિરીનો વીડિયો વાઈરલ થતાં વૈશ્વિક સ્તરે હોબાળો મચી ગયો છે. અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાનોનું શાસન આવતાં અમેરિકા, સંયુક્ત રાષ્ટ્રે અલ-કાયદાના ફરી માથું ઊંચકવાની આશંકા વ્યક્ત કરી છે ત્યારે અલ-ઝવાહિરીના વીડિયોએ તે જીવતો છે કે મરી ગયો તે બાબતે રહસ્ય વધુ ઘેરું બની ગયું છે. આ વીડિયોમાં ઝવાહિરી અનેક મુદ્દાઓ પર બોલતો દેખાયો હતો.

૯/૧૧ના આતંકી હુમલાની ૨૦મી વરસીએ વીડિયો સામે આવતાં હોબાળો

અલ-કાયદાનો એક સમયનો સર્વેસર્વા અયમાન અલ-ઝવાહિરી ઘણા મહિનાઓ પહેલાં માર્યો ગયો હોવાના અહેવાલો હતા. એવામાં શનિવારે ૯/૧૧ના આતંકી હુમલાની ૨૦મી વરસીએ અલ-ઝવાહિરીના એક વીડિયોએ વૈશ્વિક સ્તરે ભારે હોહા મચાવી દીધી છે. આતંકી જૂથોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખતા ઈન્ટેલિજન્સ ગૂ્રપ સાઈટ (એસઆઈટીઈ)એ જણાવ્યું કે, અલ-કાયદાએ જાહેર કરેલા એક વીડિયોમાં આતંકી અલ-ઝવાહિરીએ ‘જેરુસલેમના યહુદીકરણ’ સહિત અનેક વિષયો પર વાત કરી છે.

અલ-ઝવાહિરીનું ૨૦૨૦ના અંતમાં મોત થયાના અહેવાલ હતા, શનિવારનો વીડિયો જૂનો હોવાની સંભાવના : ઈન્ટેલિજન્સ ગ્રુપ

જોકે, આ વીડિયોમાં અલ ઝવાહિરીએ અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. જોકે, તેણે ફરી એક વખત અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કર્યો અને કાબુલથી લઈને અમેરિકાના પાછા ફરવા અંગે વાત કરી હતી. સાઈટ ઈન્ટેલિજન્સ ગ્રુપના ડિરેક્ટર રીટા કાટ્જે કહ્યું કે અલ-ઝવાહિરીએ સીરિયામાં અલ-કાયદા સાથે સંકળાયેલા હુર્રસ અલ-દીન આતંકી જૂથ દ્વારા એક રશિયન સૈન્ય અડ્ડા પર હુમલાનો ઉલ્લેખ કર્યો હતો, જેનો દાવો ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કરાયો હતો. અફઘાનિસ્તાન મુદ્દે ઝવાહિરીએ કરેલા ઉલ્લેખ અંગે કાટ્ઝે કહ્યું કે તે દોહા સમજૂતી પર હસ્તાક્ષરના ઘણા સમય પહેલાંનો હોઈ શકે છે.

વર્ષ ૨૦૨૦ના અંતમાં અલ-કાયદાનો તત્કાલિન સર્વેસર્વા અયમાન અલ-ઝવાહિરી બીમારીના કારણે માર્યો ગયો હોવાના અહેવાલો હતા. ત્યાર પછી તેના કોઈ વીડિયો અથવા તેના જીવનના પુરાવા સામે આવ્યા નહોતા. જોકે, તેના મોતની પણ હજુ સુધી કોઈ પુષ્ટી થઈ શકી નથી. ઓસામા-બિન લાદેનના માર્યા ગયા પછી અલ-કાયદાની કમાન અલ-ઝવાહિરીના હાથમાં આવી હતી.

અમેરિકા

અમેરિકા ૯/૧૧ના હુમલાની યાદમાં શોક મનાવી રહ્યું હતું એવા સમયમાં તાલિબાનના શાસકોએ રાષ્ટ્રપતિ ભવન પર તેમનો ઝંડો ફરકાવ્યો હતો. તાલિબાનના કલ્ચરલ કમિશનના પ્રમુખ અહમદુલ્લાહ મુત્તાનીએ કહ્યું કે, તાલિબાનની વચગાળાની સરકારના વડાપ્રધાન મોહમ્મદ હસન અખુંદે કુરાનની આયાતવાળો ઝંડો રાષ્ટ્રપતિ ભવન પર ફરકાવ્યો હતો. આ ઝંડો એ બાબત તરફ ઈશારો કરે છે કે અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનની સરકારે કામકાજ શરૂ કરી દીધું છે.

દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાન પર તેની પક્કડ જમાવી છે ત્યારે તાલિબાનો ફરીથી સંગીત પર પ્રતિબંધ મૂકી શકે છે તેવા ડરે અનેક લોકપ્રિય અફઘાન સંગીતકારો અને ગાયકો કાબુલ છો

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application…

Read Also

Related posts

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel

BJP-AIMIM ભાઈ ભાઈ/ અમદાવાદના મેયરે ઔવેસીના પાર્ટીના કોર્પોરેટર સાથે રાઉન્ડ લેતા કોંગ્રેસ ધૂંઆપુઆ થઈ

Pravin Makwana

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!