આતંકી સંગઠન અલ-કાયદા ભારતમાં આતંક ફેલાવવાના અનેક પ્રયાસો કરી રહ્યાં છે. અલ-કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટના નેતા ઓસામા મહેમૂદે એક ઓડિયો મેસેજ જાહેર કર્યો છે. જેમાં તે ભારતીય મુસલમાનોને ભડકાવવાના પ્રયાસ કરતો નજરે પડે છે. આ ઓડિયો વિઝ્યુઅલ મેસેજનું ટાઈટલ છે, ઈસ્લામ તમારો દેશ છે, તમે મુસ્તફા સાથે સંબંધ રાખો છો. એનઆરસી અને સીએએ વિરૂદ્ધ જોવા મળતાં પ્રદર્શનો વચ્ચે ભારતીય મુસ્લિમોને ભડકાવવા માટે અલ-કાયદાનો આ પહેલો પ્રયાસ છે.
એક્યૂઆઈએસના આતંકી ઓસામા મહેમૂદે ભારતીય મુસલમાનોને આવનાર તોફાનની ચેતવણી આપતાં, જેહાદ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. પોતાના સંદેશમાં ઓસામાએ રોહિંગ્યા મુસ્લિમોની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો છે. ભારતીય મુસ્લિમનો ભડકાવવાના નાપાક પ્રયાસમાં ઓસામાએ કહ્યું કે તે કાશ્મીરમાં જેહાદ કરે. આતંકી સંગઠને પોતાના વીડિયોમાં સીએએ અને એનઆરસીનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. જો કે જીએસટીવી દ્વારા આ ઓડિયો મેસેજ સાચો છે કે ખોટો તે અંગેની કોઈ પણ પ્રકારની પુષ્ટી કરવામાં નથી આવતી.

READ ALSO
- હવે ઉઘાડું પડશે ચીન: વુહાન વાયરોલોજી લેબની પોલ ખુલી, ચામાચીડિયા પર રિસર્ચને લઈને અમેરિકાના સવાલ
- ગુજરાતને ભેટ/ સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ સાથે જોડાશે, પીએમ મોદી આજે 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી
- હિમવર્ષા અને કોલ્ડવેવ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, 4.1ની તીવ્રતાએ ધરા ધ્રુજી
- મહારાષ્ટ્રમાં ‘દશેરાના દિવસે જ ઘોડો ના દોડ્યો’: વેક્સિનેશન 18 જાન્યુઆરી સુધી સ્થગિત, એપમાં સામે આવી ભેદી ખામી
- કોવેક્સિનની અસરકારક્તા સામે સવાલો થયા ઊભા, દિલ્હીની આરએમએલ હોસ્પિટલના ડોક્ટરો કોવેક્સિન લેતા અચકાયા!