GSTV

લાદેન બાદ અલ-કાયદાના વડા અલ-જવાહિરીનું મોત! અંતિમ સમયમાં આવી હતી હાલત

જવાહિરી

ઓસામા બિન લાદેનના ખાતમા બાદ અલ કાયદાની કમાન સંભાળનારા ચીફ અયમાન અલ જવાહિરીનું પણ મોત નિપજ્યું છે. અલ જવાહિરીને અસ્થમાની બિમારી હતી જેને પગલે તેણે અફઘાનિસ્તાનમાં અંતિમ શ્વાસ લીધા હતા.આતંકી જવાહિરીને અંતિમ દિવસોમાં અસ્થમાની સારવાર પણ નહોતી મળી શકી. છેલ્લે 2014માં તે ભારતમાં હુમલાની ધમકીઓ આપી ચુક્યો હતો. આ વર્ષે જ એક વીડિયો જાહેર થયો હતો, જેમાં 9/11 હુમલાની વર્ષગાંઠ નિમિત્તે આતંકી જવાહિરીએ આ વીડિયો સંદેશ મોકલ્યો હતો અને ફરી હુમલા કરવાની ધમકી આપી હતી.

લાદેન બાદ જવાહિરીને સોંપાઇ હતી અલ-કાયદાની કમાન

જોકે તે પહેલા જ તેનું મોત નિપજ્યું છે. જેને પગલે હવે અલ કાયદાના વડા તરીકે નવા આતંકીની પસંદગી કરવામાં આવી શકે છે. અત્યાર સુધી અલ કાયદાની કમાન ઓસામા બિલ લાદેનના હાથમાં હતી, જોકે અમેરિકાના હુમલા દરમિયાન તેનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો જેથી બાદમાં જવાહિરીને તેનો વડો બનાવવામાં આવ્યો હતો.

જવાહિરીને અંતિમ સમયમાં ન મળી શકી સારવાર

જવાહિરીના મોતનો દાવો અરબ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જવાહિરીનું ગત સપ્તાહે જ અફઘાનિસ્તાનના ગજનીમાં મોત નિપજ્યું હતું. જવાહિરીને અસ્થમા એટલે કે દમની બિમારી હતી જોકે અંતિમ દિવસોમાં પણ તેને સારવાર નહોતી મળી શકી જેને કારણે તેનું મોત નિપજ્યું છે.

જવાહિરી

અલ કાયદાના સુત્રો દ્વારા દાવા કરાયા છેકે જવાહિરીને શ્વાસ લેવામાં તકલીફ વધી ગઇ હતી. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને સૃથાનિક સૈન્યના ડરને કારણે તે સારવાર માટે હોસ્પિટલમાં પણ દાખલ નહોતો થઇ શક્યો. અરબ ન્યૂઝે આ દાવો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંરક્ષણ સાથે સંકળાયેલા રિપોર્ટના આધારે જવાહિરીના મોતનો દાવો કર્યો છે.

છેલ્લે 2014માં અલ જવાહિરીએ એક્યૂઆઇએસ નામના સંગઠનની જાહેરાત કરી હતી. ભારતમાં જન્મેલા આતંકી આસિમ ઉમરને તેનો વડો બનાવાયો હતો. જેનો ઉદ્દેશ પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને મ્યાંમાર તેમજ બાંગ્લાદેશમાં હુમલા કરવાનો હતો. ગત વર્ષે જ જવાહિરીએ એક વીડિયો જાહેર કરીને કાશ્મીરમાં સક્રિય આતંકીઓને હુમલા વધારી દેવા કહ્યું હતું. તે અવાર નવાર ભારત વિરોધી ઝેર ઓંકી ચુક્યો છે.

Read Also

Related posts

મુંબઇમાંથી ફિલ્મ સિટીને લઇ જવાની કોઇના બાપ માટે સંભવ નથી, પહેલા કાયદો અને વ્યવસ્થા સુધારો પછી ફિલ્મ સીટીના સપના જોજો

Nilesh Jethva

કૃષિ કાયદા પર બબાલ: વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રકાશ સિંહ બાદલે પરત કર્યો પદ્મ વિભૂષણ પુરસ્કાર

pratik shah

કૃષિ નિષ્ણાત પી. સાંઈનાથનું મંતવ્ય, કિસાન કાયદામાં કઈ છે સૌથી વિવાદિત કોલમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!