GSTV
Home » News » અખાત્રીજ 2019: સોનુ ન ખરીદી શકો તો આજના દિવસે ઘરે લાવો આ વસ્તુ, થઇ જશે બેડોપાર

અખાત્રીજ 2019: સોનુ ન ખરીદી શકો તો આજના દિવસે ઘરે લાવો આ વસ્તુ, થઇ જશે બેડોપાર


ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયાને બહુ શુભ દિવસ માનવામાં આવે છે. એવું કોઈ શુભ કાર્ય નથી જે આ દિવસે ના થઇ શકે. આ વર્ષે 15 વર્ષ પછી અક્ષય તૃતીયાએ સૂર્ય, ચંદ્ર, શુક્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાનો છે. આ સંયોગ સ્વયંમાં દુર્લભ માનવામાં આવે છે. તેથી જ આ દિવસ આ વખતે વધારે લાભદાયી છે. તેથી જ આ દિવસ સોનુ ખરીદવા માટે શુભ મનાય છે. 

આ દિવસે મા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદવાની સાથે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતયા પર કેટલાંક ઉપાય કરવામાં આવે તો લક્ષ્મીજી જરૂરથી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જે મા લક્ષ્મીને અતિપ્રિય છે.

મા લક્ષ્મીના પાદુકા

એવી માન્યતા છે કે અક્ષય તૃતિયા પર સેના-ચાંદીની વસ્તુ ખરીદવી શુભ છે. તેથી આ દિવસે સોના અથવા ચાંદીના બનેલા મા લક્ષ્મીના ચરણ પાદુકા લાવવા જોઇએ અને તેની નિયમિત પૂજા કરવી જોઇએ.

કોડી

મા લક્ષ્મીને કોડી અતિપ્રિય છે. તેથી અક્ષય તૉતિયાના દિવસે બજારમાંથી કોડી ખરીદી લાવો. અક્ષય તૃતિયા પર આ ઉપાય આર્થિક મુશ્કેલીઓમાંથી છુટકારો આપશે.

નારિયેળ

અક્ષય તૃતિયા પર એકાક્ષી નારિયેળ અર્પિત કરવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાક્ષી નારિયેળ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે.

લક્ષ્મીજીની મૂર્તિ

અક્ષય તૃતિયા પર ધનની દેવી લક્ષ્મીને ઘરે લાવો અને તેની નિયમિત પૂજા કરો. તેનાથી ઘરમાં ક્યારેય ધનનો અભાવ નહી રહે.

શ્રીયંત્ર

અક્ષય તૃતા પર ઘરમાં શ્રીયંત્ર અને સ્ફટિકનો કાચબો લાવવાથી ઘરમાંથી તમામ ઘન સંબંધિત મુશ્કેલીઓનો અંત આવે છે.

શંખ

અક્ષય તૃતિયા પર માતાની સૌથી વધુ પ્રિય વસ્તુ દક્ષિણાવર્તી શંખ લાવવો જોઇએ. તેમાંથી ઘરમાં ધનનો વધારો થશે.

Read Also

Related posts

ઈજાગ્રસ્ત પાક ખેલાડી હસન અલીએ કર્યું રેમ્પ વોક, સોશ્યલ મિડિયા પર થયા ટ્રોલ

pratik shah

સાડીનાં હોટ અવતારમાં છવાઈ ગઈ જાન્હવી કપૂર, જુઓ તેના સ્ટાઈલિશ PHOTOS

pratik shah

રાજ્ય સરકારે બે વર્ષમાં 35 હજાર કરોડ વ્યાજ ચૂકવ્યું, ગુજરાત ઉપર કુલ દેવું છે આટલા લાખ કરોડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!