GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

અખાત્રીજ 2019: સોનું ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું છે જરૂરી, નહી તો છેતરાશો

તાજેતરના વર્ષોમાં અક્ષય તૃતીયા એ ધાર્મિક ભાવનાની ખરીદ-વેચાણનો મોટો વેપાર બની ગયો છે. આ દિવસોમાં મોટા ડિસ્કાઉન્ટમાં ચીજ વસ્તુઓ અને ખાસ કરીને સોનુ વેચવા માટેનાં લોભામણી આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરો સાથેની જાહેર ખબરોનો મારો, તમારા પર ચલાવવામાં આવે છે. જો તમે આવા શુભ તહેવારોમાં જરા સરખી ગફલત કરો તો તમને આવી ભાવનાત્મક ખરીદી લગભગ ૩૩ ટકા મોંઘી પડે. આવો આપણે આ વાતને આજના સપરમા દિવસે સમજવાનો પ્રયાસ કરીએ.

સોનાની કોઈ પણ ચીજ ખરીદતા પહેલા તમારે ભાવ બે ગરણે ગાળીને ચેક કરવા રહ્યા, નાનો વેપારી ઓછા ભાવ રાખીને ઓછા કેરેટ સાથે મોટું ડિસ્કાઉન્ટ આપશે, બ્રાન્ડેડ કે મોટો વેપારી રૂ. ૩૨,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ ભાવ સામે રૂ. ૩૬,૦૦૦ જેટલા ઊંચા ભાવ રાખીને, પોતાની ગુડવિલનાં (ગુડવિલ એટલે જ હોલમાર્ક કહીને) નામે હોલમાર્કિંગ વગરનું સોનું તમને પધરાવી દેશે.

તમને વેચવામાં આવેલા ઘરેણા કે સિક્કાનાં મેકિંગ ચાર્જ અને ગુણવત્તા તમામ જવેલર જુદાજુદા દર્શાવે છે, જેમાં તમારી મતિ મુંજાઈ જવાની પૂરી શક્યતા છે. આવું થવા પાછળનું મુખ્ય કારણ, વિદેશની માફક ભારતમાં જ્વેલરી મેકિંગ ચાર્જનું સરકારી સ્તરે કોઈ ધારાધોરણ કે માળખું ઘડવામાં નથી આવ્યું. આથી ગ્રાહક તેનો ભોગ બને છે. આવું એટલા માટે પણ બને છે કે આપણે ફેમેલી ડોક્ટરની જેમ ફેમેલી જવેલર પ્રત્યે નિષ્ઠા ધરાવીએ છીએ, તેથી આવી નિષ્ઠાનું વળતર પણ ગ્રાહકે ચૂકવવાનું રહે છે. 

આવી નિષ્ઠા અને બ્રાન્ડને નામે ગ્રાહક, બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ સંસ્થા પાસે સોનાની પ્યોરીટી ચકાસવા નથી જતા. બીઆઈએસ હોલમાર્કિંગમાં પણ ગ્રાહકે પાંચ બાબતો ચકાસવાની હોય છે. તેમાં બીઆઈએસનો લોગો, કેરેટેજ ફીટનેશ નંબર, સેન્ટર લોગોનું માર્કિંગ, વર્ષ કોડ, અને સેલર/જવેલરનો પોતાનો ટ્રેડમાર્ક. આવા કેરેટેજ ફિટનેસ નંબર જુદાજુદા હોય છે.

જો વેપારી ૨૩ કેરેટ સોનું કહે તો હોલમાર્કિંગમાં ૯૫૮, ૨૨ કેરેટ માટે ૯૧૬, ૨૧ કેરેટ માટે ૮૭૫, ૧૭ કેરેટ માટે ૭૦૮, ૧૪ કેરેટ માટે ૫૮૫, ૯ કેરેટ માટે ૩૭૫, ૮ કેરેટ માટે ૩૩૩ નંબર દાખવવામાં આવે છે. આ બધા નંબરોમાંથી કોઈ એક નંબર તમારા ઘરેણા/દાગીની શુદ્ધતાનું માપ દાખવવા લખવામાં આવ્યું હોય છે. 

ઇન્ડીયન બુલિયન જવેલર્સ એસોશિયેશનનાં સેક્રેટરી સુરેન્દ્ર મહેતા કહે છે કે શેરબજાર અત્યારે ઓવર બોટ છે. ત્યારે નીચા ભાવે હાલમાં ઉપલબ્ધ સોનું વાજબી રોકાણ ગણાય. અક્ષય તૃતીયામાં રોકાણકાર પોતાની બચતનાં સમૃદ્ધ વળતરની કામના સાથે આ દિવસોમાં ખરીદી કરતા હોય છે.

શેરબજારમાં રોકાણકાર શેરનું મુલ્યાંકન કરવાનું હવે ભૂલી ગયા છે. સોનાના ભાવ, માંગ પુરવઠા ઉપરાંત તેનું સંગ્રહ મુલ્ય, કરન્સી વેલ્યુ અને કોમોડીટી મુલ્ય એમ વૈવિધ્ય પૂર્ણ મુલ્યાંકન કારવામાં ગ્રાહક આજે પણ સાવચેતી રાખે છે. સોનું કે ઘરેણા ક્યાંથી ખરીદવા તેનું જ્ઞાન પણ હોવું જોઈએ. જો તમે સોનું બેંકમાંથી ખરીદો તો તે રીઝર્વ બેંકના કાયદા પ્રમાણે બેંક પાછુ નથી લેતી. 

જો તમે બ્રાન્ડેડ જ્વેલરી ખરીદવાનો આગ્રહ રાખો તો તમારે ૧૦ ગ્રામે રૂ. ૪૦૦૦થી ૬૦૦૦ની બ્રાંડ વેલ્યુ આપવી પડે, જે પાછું વેચવા જાવ તો તે પૈસા ડૂબી જાય. જો નાના વેપારી પાસેથી ખરીદો અને તે તમને સત્તાવાર હોલમાર્કિંગ અને ટેક્સ સાથેનું બીલ ન આપે તો પણ વેચવા જતી વખતે કાટ કસર, કેરેટેજ પ્યોરીટી, ટાંકા ટૂંકી, ઘસારો જેવા કઈ કેટલાય ફીત્તુરો કરીને પૈસા કાપી લે છે, આવા વેપારી પાસેથી ખરીદતી વખતે પણ આવા ફીત્તુરી ફતવા તમને સંભળાવીને તમારી સાથે બનાવટ કરી જતા હોય છે. ટેક્સ ભરેલા સત્તાવાર બીલ અને હોલમાર્કિંગ આગ્રહ સાથે ખરીદાયેલા સોનાની જ ફરિયાદ ગ્રાહક અદાલતમાં કરી શકાય છે.

Read Also

Related posts

ભૂમિ પૂજન પહેલા બોલ્યા અડવાણી, પુરૂ થઈ રહ્યું છે મારા દિલનું સપનુ, કાલનો દિવસ ઐતિહાસિક

Mansi Patel

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ થઈ રહેલી રાજનીતિ મામલે આખરે આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

Nilesh Jethva

રામ મંદિર માટે સોમનાથથી નીકળેલી એલકે અડવાણીની રથયાત્રાના સાક્ષી બનેલા લોકોએ સંસ્મરણો વાગોળ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!