GSTV

જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો / આ બે સંગઠનો સાથે મળીને અમદાવાદ સહિતના શહેરોમાં 22,500 કિલોગ્રામ અન્નનું દાન કરશે

Last Updated on July 27, 2021 by Pritesh Mehta

ભારતીય સંસ્કૃતિમાં અન્નદાનનું અનેરું મહત્વ છે. એમાં પણ કોરોનાકાળમાં ભુખ્યાજનોનો જઠરાગ્ની ઠારવો એ દેશસેવાનું એક મોટું કામ છે. ફ્રોઝન પોટેટો પ્રોડક્ટ પુરી પાડતી કંપની હાયફન ફૂડ્સે અક્ષયપાત્ર એનજીઓ સાથે મળીને દેશમાં 22,500 કિલોગ્રામ રેડી ટુ કૂક પોટેટો ક્યુબ્સ ડોનેટ કરવાનું નક્કી કર્યું છે. જેથી મેળવનારા લોકો બહુ સરળતાથી તેમાંથી ભોજન બનાવી શકે. આ યોજના હેઠળ અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદમાં  વહેંચણી કરવામાં આવશે.

અન્ન

 કોવિડ-19 મહામારી પ્રેરિત લોકડાઉનને કારણે ગરીબો અને રોજમદારોને ભારે અસર થઇ છે. તેમને ભોજન અને આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરવો પડતાં ઘણાં પરેશાની થઇ છે. તેમને મદદરૂપ બનતા હાયફન ફૂડ્સે રોજમદાર, પ્રવાસી શ્રમિકો, બાંધકામ સાઇટના કામદારો તેમજ વૃદ્ધાશ્રમ અને નાઇટ શેલ્ટર્સમાં રહેતાં લોકોને ભોજન પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પહેલ અંગે વાત કરતાં હાયફન ફૂડ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ હરેશ કરમચંદાનીએ કહ્યું હતું કે, “હાલના પડકારજનક સમયમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી આપણી જવાબદારી છે. અમે અક્ષયપાત્ર ફાઉન્ડેશનની ઉમદા કામગીરી સાથે જોડાઇને તથા સમાજના વિશાળ વર્ગને અમારો સહયોગ પ્રદાન કરવા બદલ વિનમ્રતા અનુભવીએ ચીએ. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તેમના સુધી માત્ર સારું અને સુરક્ષિત ભોજન જ પહોંચે. અમારા દ્વારા પૂરા પડાતા પોટેટો ક્યુબ્સ સંપૂર્ણપણે તાજા અને પ્રિઝર્વેટિવ્સથી મુક્ત છે. મને વિશ્વાસ છે કે વર્તમાન સ્થિતિમાં જે લોકોને પોષાઇ શકે તેમ નથી તેમને ભોજન પ્રદાન કરવામાં આ સહયોગ ઉપયોગી બની રહેશે. અમે લાંબાગાળાના સહયોગ તથા આ પ્રકારની કામગીરી માટે સતત મદદરૂપ બનવાની આશા રાખીએ છીએ.”

 અક્ષયપાત્રના સીએમઓ સંદિપ તલવારે કહ્યું હતું કે, “આ સહયોગની તાકાતથી સામૂહિક પ્રયાસોના કેન્દ્રમાં વંચિત સમાજની સુખાકારીની દિશામાં આગળ વધી શકાશે. હાયફન ફૂડ્સ જેવી સંસ્થાઓ તરફથી નિરંતર અને મૂલ્યવાન સહયોગ દ્વારા અમે જરૂરિયાતમંદોને પોષણયુક્ત ભોજન પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. આપણા સામાજિકક્ષેત્રમાં આ પ્રકારની ભાગીદારી સમયની જરૂરિયાત છે.”

 હાયફન ફૂડ્સના પુનિત શુક્લાએ કહ્યું હતું કે, “અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે સમજૂતી કરાર (એમઓયુ)થી જરૂરિયાતમંદોને ગુણવત્તાયુક્ત ભોજન પ્રદાન કરવાન દિશામાં વધુ એક પગલું ભરી શકાશે. હાયફન ફૂડ્સ ખાતે અમારું માનવું છે કે જો સંસ્થા તેના મૂળ મૂલ્યો અને સામાજિક જવાબદારીઓ સાથે જોડાયેલી રહે તો જ તે તેની ટકાઉ વૃદ્ધિ જાળવી શકે અને સમાજને યોગદાન આપી શકે. અમે ભૂખ દૂર કરવાના અક્ષયપાત્ર ફાઉન્ડેશનના વિઝનને સપોર્ટ કરવામાં યોગદાન આપતાં ખુશી અનુભવીએ છીએ.”

 તેમણે ઉમેર્યું હતું કે, “સમાજના વંચિત અને ઓછી આવક ધરાવતા વર્ગને તેમના પોતાના અને પરિવારનું ભરણ-પોષણ કરવું મૂશ્કેલ રહ્યું છે. આ પહેલ સાથે જોડાઇને હાયફન ફૂડ્સને સમાજ ઉપર નોંધપાત્ર અસરો પેદા કરવાની તેમજ જરૂરિયાતમંદ સમુદાય સુધી પહોંચીને તેમને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભોજન પ્રદાન કરવાનું સુનિશ્ચિત કરવાની આશા છે.”

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વિરાટ કોહલીના T-20 કેપ્ટન્સી છોડવાના નિર્ણયનું પત્ની અનુષ્કાએ કંઈક આ રીતે કર્યું સ્વાગત, જાણો એક્ટ્રેસનું રિએક્શન

Damini Patel

ચૂંટણી/ વડોદરા APMCની ચાર બેઠક પર આજે મતદાન, ભાજપની પેનલ જીતશે કે તૂટશે ?

Bansari

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!