સાસુ ડિમ્પલ કાપડિયાને ડેટ પર લઈ જવા માંગતા હતા અક્ષયકુમાર, આ શોમાં કર્યો ખુલાસો

બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ મિશન મંગલને લઇને ખૂબ ચર્ચામાં છે. હાલમાં અક્ષયનો કરણ જૌહરના ટૉક શો કૉફી વિથ કરણ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં શોના હોસ્ટ કરણ અક્ષયને પૂછી રહ્યાં છે કે જો તમે અવિવાહીત હોત તો તમે કઈ અભિનેત્રીને રોમેન્ટિક ડેટ પર લઇ જવા માંગતા?

આ પ્રશ્ન પર અક્ષયે વિચારીને કરણને કહ્યું કે તેઓ પોતાની સાસુ ડિમ્પલ કાપડિયાને ડેટ પર લઇ જવાની ઈચ્છા રાખે છે અને આખી રાત સાસુ સાથે તેની દીકરી અંગે વાતચીત કરશે. જેના પર કરણે અક્ષયને કહ્યું કે આ જવાબ તમને તમારી પત્ની ટ્વિકલ ખન્નાએ શિખવાડ્યો હશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય મિશન મંગલ સિવાય સૂર્યવંશીમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે સોનમ કપૂરને લેવા માટે ચર્ચા-વિચારણા ચાલી રહીં છે. આ અગાઉ સોનમ અને અક્ષયે ફિલ્મ પેડમેનમાં એકસાથે સ્ક્રીન શેર કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter