GSTV

અખાત્રીજ પર રાશિ અનુસાર કરો આ ઉપાય, લક્ષ્મીજીની હંમેશા કૃપા રહેશે

અખાત્રીજ ક્યારેય ક્ષય નહિં થનાર તિથિ છે. આ તિથિ પર કરવામાં આવેલ પુણ્ય કાર્યો અને સંગ્રહ હંમેશા રહે છે. આજે દેશભરમાં અખાત્રીજ ઉજવવામાં આવી રહી છે. એવામાં આ દિવસે કઈ રાશિના જાતકોને ક્યો સંકલ્પ લેવો જોઈએ અથવા રાશિ અનુસાર એવું શું ખરીદવું જોઈએ અને દાન કરવાથી વ્યક્તિ પુણ્યની પ્રાપ્તિ કરશે તે અંગે વિગતે રાશિવાર જાણીએ.

મેષ રાશિઃ

આ અગ્નિ તત્વની ચર રાશિ છે. આ રાશિના જાતક મેઘાવી અને ઝડપથી દરેક વિષયને સમજી લેનાર હોય છે. આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિ સૂર્યને ઉચ્ચતા પ્રદાન કરે છે. આજના દિવસે આ રાશિના જાતકોને સુવર્ણ રક્તચંદન, ઘઉં, મગ, તાંબા માણેક, ગોળ, કુસુમ, મસૂર દાળની ખરીદી અને દાન કરવું જોઈએ. આ રાશિના જાતકે આ દિવસે માથા પર લાલ તિલક કરવું. મંગળ કાર્યો કરો. જમીન, મકાન, વાહન સંબંધિત કાર્યો થવામાં ગતિ આવશે.

વૃષભ રાશિઃ

આ પૃથ્વી તત્વ પ્રધાન સ્થિર રાશિ છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિમાં ચંદ્રમા ઉચ્ચ સ્થાને છે. આ રાશિના જાતક જે પશુધન, પશુપાલન અને ખેતીને લગતા કામ સાથે જોડાયેલ છે તે પોતાના કામમાં વધુ સફળતા મેળવશે. દૂધ, દહિં, માખણ વગેરે ડેરી પ્રોડક્ટ્સની ખરીદી તેમજ દાન કરો. ભારે મશીન સાહસની સ્થાપના કરો. ઘી, ચાંદી, સફેદ વસ્ત્ર. હીરા, ઓપલ રત્ન, ચિત્તા સુવર્ણ અને ખેતીવાડીના ખરીદ-વેચાણ અને દાન કરો.

મિથુન રાશિઃ

તે વાયુ તત્વની રાશિ છે. બુધ તેનો સ્વામી છે. વાક્પટુતા અને કામ કઢાવવામાં માહેર આ રાશિના જાતકોને કાંસ્ય, પન્ના, મગદાળ, ધોડો, લીલી વસ્તુ, ઘી અને સોનાનો સંગ્રહ અને દાન કરવું જોઈએ. આ રાશિના જાતક નવ પ્રતિષ્ઠાનની સ્થાપના કરે. ગ્રીષ્મ ઋતુફળ તરબૂચ, ટેટી, કાકડી, કીરા ખાય અને અન્યને પણ ખવરાવે. ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે.

કર્ક રાશિઃ

આ જળ તત્વની ચર રાશિ છે. આ રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિમાં ગુરૂ બૃહસ્પતિ દેવ સ્થાને છે. આ રાશિના જાતકોને આજના દિવસે સરોવરોના નિર્માણ, જળદાન અને વોટર મેનેજમેન્ટના કાર્યોનો શુભારંભ કરવો સારૂ ફળદાયી રહેશે. મોતી, ચાંદી, ઘી, સોનું, સાકર, કાંસ્યનું ખરીદ-વેચાણ અને દાન કરો. માતા-પિતાના આશિર્વાદ લઈને આરંભ કરો. મીઠા ફળો અને રસનું સેવન કરો.

સિંહ રાશિઃ

આ અગ્નિ તત્વની સ્થિર રાશિ છે. આ રાશિનો સ્વામા સૂર્યદેવ છે. આજની દિવસે જનકલ્યાણના શ્રેષ્ઠ સંકલ્પો કરી લો. સોનું, રત્નાભૂષણ, ઘી, ઘઉં, માણેક, તાંબુ, ગાય, ગોળ અને ઈલેક્ટ્રોનિક સામાન સંબંધિત સામાનની ખરીદી અને વેચાણ તથા દાન કરવાથી લાભ મળશે. દેવદર્શન અને પિતૃને નમન કરો.આ રાશિના જાતક યજ્ઞ અનુષ્ઠાનથી અક્ષય પુણ્યોને પ્રાપ્ત કરો. વડીલોના આશિર્વાદ મેળવે, ઉત્તર-પૂર્વમાં ધૂપદીપ પ્રગટાવો. મેનેજમેન્ટના કામો કરો.

કન્યા રાશિઃ

આ પૃથ્વી તત્વની રાશિ છે. આ રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના જાતકો માટે મોસમી ફળ, શાકભાજી, મગદાળ, પન્ના, ઘી, સોનું, કાંસ્ય, ધોડાનું ખરીદ-વેચાણ અને દાન શુભ રહેશે. આ રાશિના જાતક આજના દિવસે યંત્રની સ્થાપના કરે. ભારે વાહનોનું ખરીદ-વેચાણ કરે. ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ અવતારના દર્શન કરે. મહત્વપૂર્ણ યાત્રાનો આરંભ કરવા અને કિન્નરોને દાન કરવાથી પણ લાભ મળશે.

તુલા રાશિઃ

આ વાયુ તત્વની રાશિ છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના જાતકોને શ્યામા ગાય, દૂધ, ઘી, ચાંદી સુવર્ણ આભૂષણ, ઓપલ, હીરા, ચિત્તો દોરેલું સફેદ ચિત્ર, નીલમની ખરીદી અને દાન કરવું જોઈએ. આજના દિવસે જનકાર્યોને ગતિ આપો. માનવતાને બળ પ્રદાન કરવાના પ્રયાસોને આગળ વધારો. મંત્રોચ્ચાર જપ સાધના કરો.

વૃશ્વિક રાશિઃ

આ જળ અને સ્થિર રાશિ છે. જેનો માલિક મંગળ છે.આ રાશિના જાતક શિક્ષા આરંભ અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરે. ગુરૂજનોને નમન કરે અને તેનું સાનિધ્ય મેળવે. સોનુ, મગ, ઘી, ગાય, તાંબુ, મસૂર, રક્તચંદન, ગોળ ખરીદવા અને દાન કરવાથી લાભ મળશે. આજના દિવસે યજ્ઞ-જાપ-અનુષ્ઠાન કરો. શ્રીહરિના વામન સ્વરૂપ અને ક્ષીરસાગરમાં બિરાજેલા અવતારના દર્શન કરો.

ધન રાશિઃ

આ અગ્નિ તત્વની રાશિ છે. દેવગુરૂ ગુરૂ આનો સ્વામી છે. ભગવાન વિષ્ણુના વિરાટ અવતારના દર્શન કરવા અને ગીતાના પાઠ કરવાથી લાભ મળશે.શ્રીમદ્ભગવતગીતાનું શ્રવણ કરો. શ્રીકૃષ્ણની આરાધના કરો. ઘી, સોનું, ઘઉં, હાથી, કાંસ્ય, સાકર, પીળા વસ્ત્રો, પોખરાજ તથા મશીનરી સ્થાપના કરવાથી શુભની પ્રાપ્તિ થાય છે. ધર્મ અનુષ્ઠાનો સાથે જોડાઓ. ગુરૂઓને નમન કરો. મન-વચન-કર્મની શુદ્ધિ વધારો.

મકર રાશિઃ

પૃથ્વી તત્વની ચર રાશિ છે. શનિદેવ સ્વામી છે. મંગળ ઉચ્ચતા મેળવે છે. ભારે સાહસો અને ખેતી મશીનરીની ખરીદી અને સ્થાપના કરો. માનવ સંસાધન જોડો. લોખંડ, નીલમ, અડદ, સોનું, તલ, શ્યામા ગાય ખરીદી દાન કરો. સમાજને સમૃદ્ધિ પ્રદાન કરતી સંસ્થાઓનો આરંભ કરો. શ્રીહરિ વરાહ અને વામન અવતારના દર્શન કરો. શ્રીરામના ચરિત્ર શ્રવણ-મનન કરો.

કુંભ રાશિઃ

આ વાયુ તત્વની રાશિ છે. આ રાશિનો આધિપતિ શનિ છે. આ રાશિના જાતક વિચાર પ્રધાન કાર્ય કરે. ગુરૂનું સાનિધ્ય મેળવે. તર્ક ચિંતન દર્શન પારલૌકિક વિષયોના પઠન પાઠન સ્વાધ્યાયના સંકલ્પ લે. વેદપાઠ શોધકાર્ય જપતપ સાધનાનો આરંભ કરો. સોનું, ઘી, નીલમણી, લોખંડની વસ્તુ, મહિષી તેલ, ઋતુઅનુસાર ફળ શાક ખરીદો અને દાન કરો. કૃષ્ણાવતારના શ્રવણ મનન ચિંતમન કરવાથી લાભ થશે.

મીન રાશિઃ

આ જળ રાશિ છે અને ગુરુ તેનો સ્વામી છે. આ રાશિમાં શુક્ર ઉચ્ચ સ્થાને બિરાજમાન છે. આ સુર અને અસુર બન્નેના ગુરૂઓની શ્રેષ્ઠતાથી સજ્જિત રાશિ છે. શિક્ષાક્ષેત્ર સાથે જોડાયેલ કાર્યોનો આરંભ કરો. શિક્ષણ સામગ્રીનું દાન કરો. ગુરૂઓની આશીષ લો, જ્ઞાન-વિજ્ઞાન સંબંધિત કાર્યોનો સંકલ્પ લો, ધર્મગ્રંથોના પાઠ મનન ચિંતન કરો. સોનું, ઘી, ગાય અને પીળી વસ્તુઓના સંરક્ષણ અને દાન કરવાથી લાભ થશે.

Related posts

NCRમાં લોકડાઉન પર કેન્દ્ર કડક: ઘરમાંથી નીકળવા પર લાગશે FIR, CM યોગી જઈ શકે નોઈડા

Karan

Corona: લૉકડાઉનનું યોગ્ય પાલન ન કરાવી શકનાર 4 અધિકારીઓ સામે કેન્દ્રનું કડક વલણ, 2 સસ્પેન્ડ

Bansari

લૉકડાઉનમાં શું કરી રહ્યા છે મોદી? PMએ શેર કર્યો યોગનો 3D વીડિયો

Karan
Do NOT follow this link or you will be banned from the site!