દ્વારકા જિલ્લામાં બેરોજગાર સાથે ખાનગી કંપનીએ છેતરપિંડી કરી છે. નોકરીના નામે બેરોજગારો પાસેથી 250 રૂપિયા ખંખેરવાની ઘટના સામે આવી છે. માણસાની SAI નામની કંપની દ્વારા સુરક્ષા ગાર્ડની ભરતી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રજિસ્ટ્રેશન ફી 250 રૂપિયા રાખવામાં આવી હતી અને 10 હજારથી 14 હજાર સુધીના પગારની લાલચ આપવામાં આવી હતી. ધો.10 પાસ અથવા નપાસ કોઈપણ બેરોજગાર જોડાઈ શકે તેવી જાહેરાત કરતા મોટી સંખ્યામાં બેરોજગારો ભાણવડના કેમ્પમાં ઉમટ્યા હતા. જોકે ભરતી કરનારી કંપની અંગે જિલ્લા રોજગાર અધિકારીએ શંકા વ્યક્ત કરતા ભરતી કરનારાઓએ ડરીને ચાલતી પકડી હતી. જેથી બેરોજગારોમાં રોષની લાગણી ફેલાઈ હતી.
ત્યારે આ ઘટના સામે આવતા ફિલ્મ સ્પેશિયલ 26 યાદ આવી ગઈ હતી. જેમાં પણ લોકોને CBIમાં નોકરી અપાવવાના બહાને ભરતી મેળો ખોલવામાં આવે છે. જ્યારે દ્વારકામાં પણ સિક્યુરીટી ગાર્ડની ભરતી માટે મેેળો યોજવામાં આવે છે.