‘કેસરી’ Trailer: 21 સીખોએ 10 હજાર અફઘાનીઓને ચટાડી ધૂળ, દમદાર ડાયલૉગ રૂંવાડા ઉભા કરી દેશે

અક્ષય કુમારના ફેન્સની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. અક્ષયની અપકમિંગ ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. આશરે 3 મિનિટના આ ટ્રેલરમાં ફિલ્મની ભવ્યતા, શાનદાર એક્શનથી લઇને જાનદાર ડાયલૉગ્સની ઝલક જોવા મળશે.

ફિલ્મની સ્ટોરી 1897માં થયેલી સારાગઢી લડાઇ પર આધારિત છે જે બ્રિટીશ ઇન્ડિયન આર્મીના શીખ રેજીમેન્ટ અને અફઘાન-પશ્તો મિલિટ્રી વચ્ચે થઇ હતી. આ લડાઇમાં રેજીમેન્ટના 21 સીખ સૈનિકોએ 10 હજાર અફઘાનિઓનો બહાદુરીથી સામનો કર્યો હતો. આ લડાઇમાં ભાગ લેનારા હવલદાર ઇશર સિંહના કિરદારમાં અક્ષયે જાણેકે પ્રાણ ફૂંકી દીધાં છે.

ટ્રેલરની શરૂઆત અફઘાનિઓના હુમલાના સીનથી થાય છે, જે બાદ અક્ષય કુમારનો ડાયલૉગ સાંભળવા મળશે ‘એક ગોરેને મુજસે કહા થા કિ તુમ ગુલામ હો, હિન્દુસ્તાન કી મિટ્ટી સે ડરપોક પેદા હોતે હૈ, આજ જવાબ દેને કા વક્ત આ ગયા હૈ.’

તે બાદ ફિલ્મની સ્ટોરીની ઝલક દર્શાવતા સીન્સ દેખાડવામાં આવે છે જેમાં પરિણીતી ચોપરા સાથે જ અન્ય કિરદારોની ઝલક જોવા મળે છે. ટ્રેલરમાં જ સ્પષ્ટ થઇ જાય છે કે અક્ષયે પોતાના પાત્ર માટે કેટલી મહેનત કરી છે.

ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા એક્શન સીન્સ, તે સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને અક્ષય કુમારના દેશભક્તિ દર્શાવતા દમદાર ડાયલૉગ્સ તમારા રૂંવાડા ઉભા કરી દેશે. ટ્રેલર જોયા બાદ ચોક્કસપણે ફિલ્મ જોવાની તમારી આતુરતા વધી જશે. અનુરાગ સિંહના ડાયરેક્શનમાં બમેલી આ ફિલ્મ 21 માર્ચે રીલીઝ થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter