GSTV

આ કારણથી અક્ષય કુમાર પોતાની ફિલ્મના ટ્રેલર લોન્ચિંગમાં નહી રહે હાજર

Last Updated on June 3, 2017 by

બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર આજે એ જગ્યા પર છે, જ્યાં તેની દરેક ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થાય છે. તે જે પ્રોજેક્ટ હાથમાં લે છે, તે હિટ થઇ જાય છે. આ જ કારણથી આજે અક્ષયની પાસે ફિલ્મોની કોઇ ખોટ નથી. તાજેતરમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ટૉયલેટ-એક પ્રેમ કથા’ ખૂબ ચર્ચામાં છે.

સૂત્રોનુસાર ફિલ્મના ટ્રેલર લોન્ચ પર હીરો અક્ષય કુમાર હાજર નહી રહે. જી હા, સાંભળીને આશ્ચર્ય થશે કે એવી તો શું વાત થઇ ગઇ કે અક્ષય પોતાની જ ફિલ્મના ટ્રેલર લોન્ચ પર હાજર નહી રહે. પરંતુ તેણુ કારણ પણ અમે તમને જણાવીશુ.

વાસ્તવમાં અક્ષય તેની ફેમિલીની સાથે હૉલિડે માટે વિદેશ ગયો છે. જ્યાં તેની ફેમિલીની સાથે ડિમ્પલ કપાડિયાની 60મી બર્થ ડે સેલિબ્રેટ કરશે. તે પછી અક્ષય પોતાની ફેમિલીની સાથે પેરિસ, ઇટલી અને યૂરોપ જેવી બીજી જગ્યાએ પણ ટ્રાવેલ કરશે. આ જ કારણે તે ટ્રેલર લોન્ચ વખતે શામેલ નહી થઇ શકે, જોકે અક્ષયે ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરી દીધી છે.

અક્ષયની ફિલ્મ ઓગ્સ્ટમાં રિલીઝ થશે જેમાં તેની સાથે ભૂમિ પેડનેકર પણ જોવા મળશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

લતા મંગેશકરનો આજે જન્મદિવસ: પીએમ મોદીએ આપી દીદીને શુભકામના, તેમના માટે કર્યું આ ખાસ ટ્વિટ

Pravin Makwana

આતુરતાનો આવ્યો અંત : નોંધી લો તારીખ, આ દિવસે થિયેટરોમાં રિલીઝ થશે આર માધવનની ફિલ્મ “રોકેટ્રી”

Zainul Ansari

Salman khan troll : સલમાન ખાને પહેર્યું ઊંધું માસ્ક, યુઝર્સે કહ્યું- ‘ ક્યારેય માસ્ક ન પહેરતો વ્યક્તિ જ્યારે …’

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!