બોલીવુડમાં એવા ઘણાં કપલ છે જેને લોકો પર્ફેક્ટ કપલનું ટેગ આપે છે. જો કે સૌથી બેસ્ટ કપલની જ્યારે પણ વાત આવે છે ત્યારે તેમાં કાજોલ અને અજય દેવગણનું નામ જરૂર સામેલ કરવામાં આવે છે. બંનેએ સાથે કામ કર્યુ અને જલ્દી જ તેમણે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ લઇ લીધો. ભલે કાજોલે અજય સાથે લગ્ન કર્યા હોય પરંતુ ઘણાં ઓછા લોકો જાણે છે કે બોલીવુડમાં કાજોલનો ક્રશ કોઇ બીજો જ એક્ટર હતો.

એક ટીવી શૉ દરમિયાન ફેમસ પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહરે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે મુંબઇમાં એક ઇવેન્ટ દરમિયાન કાજોલ પોતના ક્રશ અક્ષય કુમારને શોધી રહી હતી. આ વાત વર્ષ 1991ની છે. જ્યારે મુંબઇમાં ઋષિ કપૂર અને ઝેબા બખ્તિયારની ફિલ્મ હિનાનું પ્રિમિયર ચાલી રહ્યું હતુ. કરણે જણાવ્યું કે અક્ષયને શોધવામાં તે સમયે તે કાજોલની મદદ કરી રહ્યો હતો.

જો કે તે દિવસે કરણ અને કાજોલને અક્ષય તો ન મળ્યો પરંતુ તે દિવસે તેઓ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. હવે કાજોલના આ સીક્રેટ ક્રશ વિશે અક્ષય જાણે છે કે કેમ, તે કહેવું મુશ્કેલ છે. પછીથી કાજોલને અજય દેવગણ મળી ગયો અને બંનેએ 24 ફેબ્રુઆરી 1999માં લગ્ન કરી લીધાં. હવે બંનેના બે બાળકો ન્યાસા અને યુગ છે.

સમયની સાથે કરણ અને કાજોલની ફ્રેન્ડશીપ વધુ ગાઢ બનતી ગઇ અને તેમણે બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. કાજોલે કરણ જોહર સાથે કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ અને માય નેમ ઇઝ ખાન જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. કાજોલ છેલ્લે અજય દેવગણ સાથે સુપરહિટ ફિલ્મ તાન્હાજી-ધ અનસંગ વૉરિયરમાં નજરે આવી હતી.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત