GSTV
Home » News » રિતેશ પણ હતો વિદ્યા બાલનનો દીવાનો, હે બેબીના સેટ આ રીતે કહ્યું હતું આઈ લવ યુ…

રિતેશ પણ હતો વિદ્યા બાલનનો દીવાનો, હે બેબીના સેટ આ રીતે કહ્યું હતું આઈ લવ યુ…

અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને હસાવ્યા વગર રહેતી નથી. ઓફ-સ્ક્રીન બંને એક્ટર્સ એક-બીજા સાથે ઘણી મસ્તી મજાક કરતા જોવા મળે છે. બંને એક્ટરે હાઉસફુલના પહેલા પાર્ટથી 4 પાર્ટ સુધી કામ કર્યું છે. એ ઉપરાંત પણ બંનેએ હે બેબીમાં સાથે કામ કર્યું હતું.

આ ફિલ્મના શૂટિંગ સમયે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખે એક પ્રેંક રમત રમી હતી. આ પ્રેંકમાં પણ વિદ્યા બાલને રસપ્રદ જવાબ આપ્યો હતો. ધ કપિલ શર્મા શોમાં તેની અપકમિંગ ફિલ્મ હાઉસફુલ 4ના પ્રમોશન માટે પહોંચ્યા હતા ત્યારે આ બંને જણાએ પ્રેંકનો ખુલાસો કર્યો હતો.

રિતેશે જણાવ્યું કે હે બેબીના શૂટિંગ દરમિયાન, અક્ષયે છુપાઈને મારા ફોનમાંથી વિદ્યાને મેસેજ મોકલ્યો આઈ લવ યુ muah…muah….muah ….સૌથી રસપ્રદ વાત તો ત્યારે બની જ્યારે વિદ્યાએ જવાબ આપતાં લખ્યું, muaaaa…muaaa….muaaa…..જ્યારે મેં મેસેજ વાંચ્યો તો મને ઝટકો લાગ્યો, વિચારી રહ્યો હતો કે વિદ્યાએ મને આવો મેસેજ કેમ મોકલ્યો, જાણ્યા વગર આ પહેલાં પણ મારા ફોનમાંથી પહેલા એક મેસેજ વિદ્યાને મોકલવામાં આવ્યો હતો.

થોડા સમય પછી યાદ આવ્યું કે અમારા બંનેના ફોન અક્ષય કુમાર પાસે હતા.તે હંમેશાં અમારા બધા સાથે પ્રેક્સ રમતો રહે છે. અક્ષય કુમાર અને રિતેશ દેશમુખે હાઉસફુલના પહેલા પાર્ટથી લઈ હાઉસફુલ 4સુધી સાથે કામ કર્યું છે. તેમણે હે બેબી પિક્ચરમાં પણ જબરદસ્ત કોમેડી કરી હતી.

Read Also

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!