GSTV
Home » News » આવી રહ્યા છે વીર ‘સૂર્યવંશી’, અક્ષય કુમારની ફિલ્મનો ફર્સ્ટ લુક થયો આઉટ

આવી રહ્યા છે વીર ‘સૂર્યવંશી’, અક્ષય કુમારની ફિલ્મનો ફર્સ્ટ લુક થયો આઉટ

Akshay Kumar

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’નો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મને રિલીઝ ડેટ પણ મળી ગઈ છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 2020માં ઈદ પર રિલીઝ કરવામાં આવશે. અક્ષય કુમારે જાતે તેની જાહેરાત કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર એટીએસ ચીફની ભુમિકામાં જોવા મળશે. ફિલ્મમાં અક્ષયની ભુમિકાનું નામ વીર સૂર્યવંશી હશે.

ફર્સ્ટ લુક શેર કરતા અક્ષય કુમારે લખ્યું- From #RohitShetty’s Police universe, get ready for the fire-packed #Sooryavanshi 🔥, releasing on Eid 2020!@itsrohitshetty @karanjohar @reliance.entertainment @rohitshettypicturez @dharmamovies #CapeOfGoodFilms. ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મની શૂટિંગ શરૂ થઈ દગઈ છે. પહેલું શૂટિંગ શેડ્યૂલ ગોવમાં રાખવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે ફિલ્મ સિંબા વખતે જ તેની ઘોષણા કરી દેવામાં આવી હતી. સિંબામાં પણ અક્ષય કુમારની ઝલક દર્શાવવામાં આવી હતી. સિંબાને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો. ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન મુખ્ય ભુમિકામાં હતા. હાલમાં પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘કેસરી’ માર્ચમાં હોલી વીકેન્ડમાં રિલીઝ થશે. આ ઉપરાંત એક્ટરના આગામી પ્રોજેક્ટ્સમાં ગુડન્યુઝ, મિશન મંગળ, હાઉસફુલ 4નો સમાવેશ થાય છે. હાલમાં તે ફિલ્મ ગુડન્યૂઝની શૂટિંગમાં વ્યસ્ત હશે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન તેના ઓપોઝિટ રોલમાં છે.

Read Also

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!