કેસરીનું ટ્રેલર પોસ્ટ કરીને અક્ષય કુમારે લખ્યું કે આ વીરતાની કહાની હજુ કોઈ સામે નથી આવી

ઘર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. કે જેમાં અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા ચમકતા જોવા મળે છે. આ ટ્રેલરમાં અક્ષય કુમાર પાઘડી અને ઘેઘૂર દાઢી સાથે સિખ સૈનિક તરીકે દેખાઈ રહ્યો છે. અક્ષયે સોશિયલ મીડિયા પર આ ટ્રેલર શેર કરીને લખ્યું કે વીરતા, બલિદાન અને બહાદૂરીની અત્યાર સુધી ક્યારેય સામે ન આવેલી વાર્તા એટલે કેસરી.

આ ફિલ્મમાં અક્ષય કુમાર ઈશર સિંઘની ભૂમિકામાં દેખાશે. 12 સપ્ટેમ્બર, 1897ના રોજ હવાલદાર ઈશર સિંઘની સિખ રેજિમેન્ટે નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સના સારાગઢી ખાતે કેટલાય કલાકો સુધી દસ હજાર અફઘાની સૈનિકોની સામે ઝીંક ઝીલી હતી. રેજિમેન્ટને પૂરેપૂરી ખાતરી હતી કે તેઓ માત્ર મુઠ્ઠીભર સૈનિકો છે, જે દસ હજાર અફઘાની સૈનિકોની સામે ટકી શકશે નહીં. તેમ છતાં તેઓએ છેલ્લી ઘડી સુધી હિંમત ન હારી. અક્ષય કુમારે ગયા વર્ષે 12 સપ્ટેમ્બર, સારાગઢી ડે પર જ આ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો.

કેસરીના ડિરેક્ટર અનુરાગ સિંઘ છે, જેમણે પંજાબી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘જટ્ટ એન્ડ જુલિયેટ’ બનાવી હતી. કેસરી 21 માર્ચ હોળીના તહેવાર પર રિલીઝ થશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter