GSTV

અક્ષય કુમારે દીકરા આરવના 18માં જન્મદિવસ પર લખી ઈમોશનલ પોસ્ટ, ઉજવ્યો ભવ્ય બર્થ ડે

બોલિવૂડના સફળ એક્ટર અક્ષય કુમારનો પુત્ર આરવ મંગળવારે 18 વર્ષનો થઈ ગયો હતો. અક્ષયકુમાર અને તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ પોતાના સંતાનનો જન્મ દિવસ મનાવ્યો હતો અને તેની એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ સાથે ટ્વિન્કલે એક ઇમોશનલ નોટ પણ લખી હતી જેના દ્વારા તેણે આરવને શુભેચ્છા પાઠવી હતી.

આરવને 18માં જન્મદિવસની શુભકામના

View this post on Instagram

Happy 18th birthday Aarav! Here is something I had written for you once and to keep loosening the strings and finally cutting them off this year has not been easy. All these years you have been as much my teacher as I have been yours. I learned optimism, kindness and wonder from you as I taught you maths, a few manners and how to switch the lights off when you leave the room. But looking at you growing up and listening to you repeatedly tell me how much you are looking forward to your independence, I have started realizing that when you finally leave my home, my world and step into your own, my lights will go off automatically and my world will be filled with a bleak darkness. Though whenever you return for a visit, I will light numerous diyas and pretend that this is not a permanent power failure; we are just celebrating Diwali. I am already missing the little boy you were but am so proud of the man you have become. #MamaBear #MoustacheMusketeers

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

ટ્વિન્કલે લખ્યું હતું કે, આરવને 18માં જન્મદિવસની શુભકામના. આટલા વર્ષોમાં હું તારી ટીચર રહી એટલો જ તું પણ મારો ટીચર રહ્યો હતો. મે તારી પાસેથી આશાવાદ, દયા અને કરામતી બનવાનું શીખ્યું. જેવી રીતે તું મારી પાસેથી રૂમની બહાર નીકળતી વખતે લાઇટ ઓફ કરવાનું શીખ્યો, પણ તને આગળ વધતો જોઇને તારી પાસેથી તું આત્મ નિર્ભર બનવા માગે છે તે સાંભળીને મેં એ વિચારવાનું શરૂ કરી દીધું કે તું ઘર છોડીને તારી દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે.

નાના બાળકને હું મિસ કરી રહી છું

મારા ઘરની લાઇટ ઓફ થઈ જશે અને તું આવીશ ત્યારે અંધારું હશે તો હું દિવા પ્રગટાવીશ જેનાથી લાઇટ ચાલી જવાનો ડર નહી રહે. મને તારી ઉપર ગર્વ છે. તારામાં રહેલા એ નાના બાળકને હું મિસ કરી રહી છું. આરવના જન્મદિવસે મલાઇકા અરોરા. બોબી દેઓલ, હુમા કુરેશી, સિકંદર ખેર વગેરેએ તેને શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ અક્ષય કુમાર હાલમાં સ્કોટલેન્ડમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તેણે ત્યાંથી પોતાના પુત્રને અભિનંદન પાઠવ્યા હતા.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!