‘વક્ત’ના શૂટિંગના સમયે અક્ષય કુમારના પિતાને હકીકતમાં હતું કેન્સર

અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન સ્ટારર ‘વક્ત’ પ્રશંસકોના દિલમાં ખૂબ ઘર ગયેલી છે. ફિલ્મની કહાની અને અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપડાના પર્ફોમન્સે સૌ કોઈનું દિલ જીતી લીધુ હતું. ફક્ત પ્રશંસકો જ નહીં, પરંતુ ‘વક્ત’ ફિલ્મના અભિનેતાને પણ ખૂબ પસંદ છે. અક્ષય કુમારે જણાવ્યું કે ફિલ્મની શૂટિંગ વખતે તેમના પિતા હકીકતમાં કેન્સર સામે જંગ લડી રહ્યાં હતાં.

હાલમાં જ અક્ષયે એક ચેટ શોમાં ભાગ લીધો હતો. આ ચેટ શોમાં અક્ષય કુમારે જણાવ્યું કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેમના પિતા હરિ ઓમ ભાટિયા કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતાં. તો ફિલ્મમાં તેમના રીલ-પિતાને પણ કેન્સર હતું. તેમના પિતાનો અભિનય અમિતાભ બચ્ચને કર્યો હતો. તેથી ફિલ્મના અમૂક સીન અક્ષય માટે ભાવનાત્મક રીતે ખૂબ મુશ્કેલ હતાં.

અક્ષય કુમારે જણાવ્યું કે જો ફિલ્મના અમૂક સીનને જોવામાં આવે તો તે ખૂબ જ વાસ્તવિક છે, કારણકે એવા સમયે અક્ષયના પિતા પણ કેન્સર સામે જંગ લડી રહ્યા હતાં. ઘણી વખત તો એવુ થતુ હતુ કે સીન પૂર્ણ થઇ જતો હતો, ત્યારબાદ પણ તેઓ ખૂબ લાગણીશીલ રહેતા હતાં. જેના કારણે આ ફિલ્મ અક્ષય કુમારની ખૂબ જ નજીક છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter