કોન્ડમ વિશે અક્ષય કુમાર બોલી ગયો કંઇક એવું કે હસી-હસીને લોટપોટ થઇ ગયો સૈફ

Akshay Kumar

અક્ષય કુમાર જ્યાં બીટાઉનના ખેલાડી કુમાર કહેવામાં આવે છે ત્યાં સૈફ અલી ખાન પોતાની વર્સેટાઇલ પર્સનાલીટી માટે જાણીતો છે. 90ના દશકમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાને સાથે અનેક ફિલ્મો કરી હતી. બંનેની જોડી દર્શકોને ઘણી પસંદ આવે છે. તેની ફિલ્મ ‘મે ખિલાડી તુ અનાડી’ હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ સાથે સંબંધિત એક કિસ્સો તાજેતરમાં જ અક્ષય કુમારે શેર કર્યો હતો.

રિપોર્ટસમાં જણાવ્યા અનુસાર એક ઇન્ટરવ્યુમાં અક્ષયે જણાવ્યું હતું કે 1994માં આવેલી ફિલ્મ ‘મે ખિલાડી તૂ અનાડી’ તેની સૈફ સાથે બીજી ફિલ્મ હતી. તેના પ્રિમિયર માટે તે દિલ્હી ગયાં હતાં જ્યાં ફિલ્મની ટીમ આ ઇવેન્ટ દ્વારા એઇડ્સ પીડિટો માટે ચેરિટી કરવાની હતી.

અક્ષયે જણાવ્યું કે જ્યાં તે લોકો ઇવેન્ટમાં પહોંચ્યા ત્યારે તેઓ જાણતા ન હતાં કે આ એઇડ્ઝ ચેરિટી માટે પણ છે. સ્ટેજ પર પહોંચ્યા બાદ તેઓ ફિલ્મ સાથે સંબંધિત વાતો કરવા લાગ્યાં. વચ્ચે અચાનક હોસ્ટ આવ્યો અને તેણે ચેરિટી વિશે જણાવવાનું સરૂ કરી દીધુંય આ સાંભળીને અક્ષયનું મગજ બ્લેંક થઇ ગયું અને તે સમજી ન શક્યો કે આગળ શું બોલે.

ખેલાડી કુમારે જણાવ્યું કે તે આગળ કશું બોલી ન શક્યો. તે ફક્ત એટલું બોલ્યો કે, ‘દોસ્તો, અનાડી ન બનો, કોન્ડમ યુઝ કરો અને ખિલાડી બનો. ‘ અક્ષયે જણાવ્યું કે આ સાંભળતા જ ત્યાં હાજર સૈફ અલી ખાન હસી હસીને લોટપોટ થઇ ગયો અને નીચે પડી ગયો.

જણાવી દઇએ કે અક્ષય કુમાર અને સૈફ અલી ખાને ફિલ્મ ‘મે ખિલાડી તુ અનાડી’ ઉપરાંત ‘તૂ ચોર મે સિપાહી’, ‘કિંમત’ અને ‘આરઝૂ’ તથા ટશન ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter