GSTV
Home » News » ‘ફોર્બ્સ સેલિબ્રિટી 100’ ની યાદીમાં આ એકમાત્ર ભારતીય અભિનેતાને મળ્યુ સ્થાન, 444 કરોડની સંપત્તિ ધરાવનાર

‘ફોર્બ્સ સેલિબ્રિટી 100’ ની યાદીમાં આ એકમાત્ર ભારતીય અભિનેતાને મળ્યુ સ્થાન, 444 કરોડની સંપત્તિ ધરાવનાર

‘ફોર્બ્સ સેલિબ્રિટી 100’ ની યાદી રિલિઝ કરવામાં આવી છે અને આ સૂચિમાં બોલીવુડના ખેલાડી કુમારે પોતાનું સ્થાન બનાવ્યું છે. આ વર્ષે અક્ષયકુમાર માટે લિસ્ટ પણ વિશેષ છે કારણ કે તે આ ઉદ્યોગનો એકમાત્ર કલાકાર છે કે જેણે આ સૂચિમાં સ્થાન બનાવ્યું છે. અક્ષય કુમાર સૌથી વધુ પૈસા લેનાર અભિનેતા રૂ. 444 કરોડની સંપત્તિ ધરાવે છે. આ સૂચિમાં ગાયક ટેલર સ્વિફ્ટે ગયા વર્ષે 18.5 કરોડ ડોલરની કમાણી કરી હતી જેમાં રીયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનરને પાછળ ધકેલીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

આ યાદીમાં કાઈલી બીજા સ્થાને છે. ‘બ્લેક સ્પેસ’ સ્ટારે 2016 ની યાદીમાં પણ 17 મિલિયન ડોલર સાથે પ્રથમ સ્થાને છે. અક્ષય કુમાર હાલમાં વિશ્વની સૌથી વ્યસ્ત બોલીવુડ સ્ટારમાંનો એક છે. અક્ષય છેલ્લા કેટલાક વર્ષોથી દેશભક્તિના ફિલ્મો તરફ વળ્યો છે અને આ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ પણ બની ગયો છે. જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ નું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે.

15 મી ઓગસ્ટના રોજ રજૂ થનાર આ ફિલ્મ દેશની આ પ્રકારની સફળતા દર્શાવે છે જે ઇતિહાસના પાનામાં નોંધાયેલી છે. અક્ષય, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કિર્તી કુલ્હારી અને નિત્ય મેનન પણ આ ફિલ્મમાં છે. ફિલ્મ જગન શક્તિ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા ફોક્સ સ્ટાર હિન્દીના અધિકૃત ટ્વિટર પેજ પરના એક પોસ્ટમાં લખ્યુ હતુ કે, તમે આ અસાધારણ મુસાફરીનો ભાગ બનવા માટે અક્ષય કુમારના આભારી છીએ! આગળની પેઢીને પ્રેરણા આપવા માટે અમે તમારા કરતાં વધુ સારી રીતે કોઈની વિચારણા કરી શકતા નથી.

READ ALSO

Related posts

પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

NIsha Patel

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!