GSTV

દુ:ખદ સમાચાર: અક્ષય કુમારની માતાનું નિધન, અભિનેતા પર આવી પડ્યો દુ:ખનો પહાડ

Last Updated on September 8, 2021 by Pravin Makwana

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની માતાનું નિધન થઈ ગયુ છે. એક્ટરે ખુદ તેના વિશે સો. મીડિયા પર જાણકારી આપી છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા તેની માતા ખૂબ બિમાર હતા, જેને જોવા માટે એક્ટર હાલમાં જ ભારત પાછો આવ્યો હતો.

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું નિધન થઈ ગયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. અક્ષય કુમારે સો. મીડિયા પર માતાના નિધનના સમાચાર આપ્યા હતા. આ સાથે જ એક્ટરે પોતાની માતાના નામે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

માતાના નામે અક્ષય કુમારે લખેલી આ ભાવૂક પોસ્ટ

“તેઓ મારૂ મહત્વનું અંગ હતા. આજે મને અસહીય પીડા થઈ રહી છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે આ દુનિયાને અલવીદા કહી દીધી છે. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરીથી મળવા ગયા છે. હું આપની પ્રાર્થનાઓનું સન્માન કરૂ છું, કારણ કે હું અને મારો પરિવાર આ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, ઓમ શાંતિ….”

અક્ષય કુમારની આ પ્રકારની પોસ્ટ જોયા બાદ ફેન્સ પણ દુઆઓ કરી રહ્યા છે. લોકો શાંતવના પાઠવી રહ્યા છે. ફેન્સ અને કેટલાય બોલિવૂડ સ્ટારે કમેન્ટ કરીને અક્ષય કુમારને સાંત્વના આપી છે.

READ ALSO

Related posts

ટામેટાની વધતી કિંમતમાંથી ક્યારે મળશે રાહત? કેન્દ્ર સરકારે આપી તમામ જાણકારી

Damini Patel

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!