GSTV

લાઇફસ્ટાઇલ/ જાણો કેટલી મિલકતના માલિક છે અક્ષય કુમાર, કારોનો પણ રાખે છે શોખ

અક્ષય કુમાર

Last Updated on September 14, 2021 by Bansari

મિસ્ટર ખેલાડી એટલે બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારને કોણ નથી જાણતું? એમની દમદાર અદાકારીના દમ પર તેઓ મોટા પરદા પર સુપર હિટ આપી ચુક્યા છે અને એમનો આ સિલસિલો સતત જારી છે. એટલું જ નહિ, અક્ષય પોતાની ફિટનેસ માટે જાણીતા છે, જેના કારણે એમના ફેન્સ એમની ફિલ્મો ઉપરાંત એમની ફિટનેસના પણ દીવાના છે. સોશિયલ મીડિયા પર પણ અક્ષયની ખુબ ફેન ફોલોઇંગ છે અને ફેન્સ એમની તસવીરો તેમજ વિડિયોઝ ને ખુબ પ્રેમ આપે છે. અક્ષય પોતાની મહેનતના દમ પર આજે એક સક્સેસફુલ સુપર સ્ટાર છે. એટલું જ નહિ, તેઓ એક લક્ઝરી લાઇફસ્ટાઇલ પણ જીવે છે અને એ પાછળનો રાઝ એમની મહેનત અને સતત પરિશ્રમ. તો આજે તમને અક્ષય કુમારની લાઈફ સ્ટાઇલ અંગે જણાવશું, જે અંગે લગભગ તમામ લોકો જાણે છે.

અક્ષય

આવી છે લાઇફસ્ટાઇલ ?

અક્ષય કુમાર તેની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે તેથી જ તેઓ દરરોજ સવારે ખુબ જલ્દી જાગી જાય છે અને રાત્રે 9 વાગ્યે સૂઈ જાય છે. એટલું જ નહીં જો આ સમય દરમિયાન તેઓ શૂટિંગ પર હોય તો તેઓ નાઇટ શિફ્ટ ન કરવાનો પ્રયાસ કરે છે જેથી તેમની દિનચર્યામાં ખલેલ ન પહોંચે.

આ વસ્તુઓ ખાવી ગમે છે

જોકે અક્ષયને ભોજનમાં ઘણી વસ્તુઓ પસંદ છે પણ તેને ઘરે બનાવેલો ખોરાક પસંદ છે. તેમને ગુજરાતી ફૂડ પણ ખૂબ ગમે છે. સવારે તે ઇંડા, પરાઠા અને જ્યુસ જેવા ભારે નાસ્તાનું સેવન કરે છે. જ્યારે લંચમાં અક્ષયને રોટલી-સબ્જી અને દાળ-ભાત ખાવાનું પસંદ છે. તે જ સમયે રાત્રિભોજન વિશે વાત કરીએ તો તેઓ હળવા ખોરાક, સલાડ, સૂપ વગેરે ખાય છે.

આ રીતે થાય છે મોટાભાગની કમાણી

અક્ષય કુમારની કમાણીની વાત કરીએ તો તેઓ પોતાની મોટાભાગની કમાણી ફિલ્મો, બ્રાન્ડ એમ્બેસેડર, જાહેરાતો, બ્રાન્ડ પ્રમોશન અને સોશિયલ મીડિયા દ્વારા કરે છે. ફિલ્મોની વાત કરીએ તો અક્ષય તેમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં છે. તેઓ તેમની ફિલ્મોની ખુબ જ જલ્દી શૂટિંગ પતાવી દે છે જેના કારણે તેઓ એક વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો કરે છે.

કારો સાથે પ્રેમ

અક્ષય કુમારના પાર્કિંગમાં એકથી વધુ લક્ઝરી કાર છે. તેની પાસે રોલ્સ રોયસ ફેન્ટમ (અંદાજે 5 કરોડ રૂપિયા ), રેન્જ રોવર વોગ (અંદાજે 2.7 કરોડ રૂપિયા), બેન્ટલી કોનિનેટલ ફ્લાઇંગ સ્પુર (અંદાજે 3.4 કરોડ રૂપિયા ), પોર્શ સિને (અંદાજે 1 કરોડ રૂપિયા ) અને મર્સિડીઝ જીએલએસ ( 28 લાખ રૂપિયા) જેવી લક્ઝરી કારો છે.

અક્ષય સી ફેસિંગ હાઉસમાં રહે છે

મુંબઈના જુહુમાં અક્ષયનું વૈભવી મહેલ જેવું ઘર છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ લક્ઝરી ઘર સી ફેસિંગ છે, જેને તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ ડિઝાઇન કર્યું છે.

આટલી છે સંપત્તિ

અક્ષય કુમારે પણ પોતાની મહેનતના આધારે ઘણું કમાયું છે, જેના કારણે તે એક સફળ વ્યક્તિ છે. તેની કુલ સંપત્તિ વિશે વાત કરતા, મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે અક્ષયની નેટવર્થ લગભગ 2414 કરોડ રૂપિયા છે.

Read Also

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!