GSTV

સેલિબ્રિટી લાઇફસ્ટાઇલ / ગુજરાતી વાનગીઓ પાછળ ઘેલો છે અક્ષય કુમાર, જીવે છે લક્ઝરી લાઇફ

Last Updated on September 16, 2021 by Zainul Ansari

મિસ્ટર ખેલાડી એટલે બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર કોઈ ઇન્ટ્રોડક્શનનો મોહતાજ નથી. શાનદાર એક્ટિંગના જોરે મોટા પડદા પર ઘણી સુપર હિટ ફિલ્મો આપી ચુક્યો છે અને આ સિલસિલો હજુંય યથાવત છે. આટલું જ નહીં અક્ષય તેની ફિટનેસ માટે પણ ખૂબજ વખણાય છે, જેના કારણે તેની ફેન ફોલોવિંગ ખૂબ જ વધારે છે. અક્ષય ખૂબ જ મેહનતથી આજે એક સુપર સ્ટારના મુકામે પહોંચ્યો છે. આટલું જ નહીં તે એક લક્ઝરી લાઇફસ્ટાઇલ પણ જીવે છે અને તેના પાછળનું રાજ છે, તેની મેહનત અને સતત પરિશ્રમ. તો ચાલો આજે તમને અક્ષય કુમારની લાઇફ સ્ટાઇલ અંગે જણાવીએ…

અક્ષય

આવી છે દિનચર્યા

અક્ષય કુમાર ફિટનેસ પર ખૂબ જ વધારે ધ્યાન આપે છે, તે સવારે સાડા ચાર વાગે ઉઠી જાય છે અને રાત્રે 9 વાગે પથારી પર જતો રહે છે. આટલું જ નહીં જો તે શૂટિંગ પર હોય છે તો તે પ્રયાસ કરે છે કે રાત્રી દરમિયાન ઘરે જતો રહે, જેથી રૂટીન ન બગડે.

આ વસ્તુ ખૂબ જ પસંદ

અક્ષયને ખાવામાં ઘણી વસ્તુઓ પસંદ છે, પરંતુ તેને ઘરનું ભોજન વધારે પસંદ આવે છે. સાથે જ ગુજરાતી ભોજન પણ ખૂબ જ પસંદ કરે છે. સવારે તે હૈવી બ્રેકફાસ્ટ જેમ કે ઈંડા, પરાઠા અને જ્યૂસનું સેવન કરે છે. જ્યારે બપોરે અક્ષય રોટી-સબ્જી અને દાળ ભાત આરોગવાનું પસંદ કરે છે. રાત્રે તે લાઇટ ભોજનનું સેવન કરે છે, જેમ કેમ સલાદ, સૂપ વગેરે…

અક્ષયની કમાણી

અક્ષય કુમારની કમાણીની વાત કરીએ તો તેની મોટાભાગની કમાણી ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, જાહેરાત, બ્રાન્ડ પ્રમોશન અને સોશિયલ મીડિયા દ્વારા થાય છે. અક્ષય કુમાર હાઇએસ્ટ પેડ અભિનેતાઓની યાદીમાં સામેલ છે. તે તેની ફિલ્મની શૂટિંગ ખૂબ જ ઝડપથી ખતમ કરે છે, જેથી તે વર્ષમાં ચાર-પાંચ ફિલ્મ કરે છે.

કારથી પ્રેમ

અક્ષય કુમારના પાર્કિંગમાં રોલ્સ રોયસ ફેન્ટમ (અંદાજે પાંચ કરોડ), રેન્જ રોવર વોગ (અંદાજે 2.7 કરોડ રૂપિયા), બેંન્ટલી કૉનિનેટલ ફ્લાઇંગ સ્પૂર (અંદાજે 3.4 કરોડથી વધુની કિંમત), પોર્શ સિને (અંદાજે એક કરોડ રૂપિયા) અને મર્સિડિઝ જીએલએસ (અંદાજે 28 લાખ રૂપિયા) જેવી ઘણી કારો છે.

સી ફેસિંગ ઘરમાં રહે છે અક્ષય કુમાર

અક્ષય પાસે મુંબઈના જુહુમાં એક લક્ઝરી મહેલ જેવું ઘર છે. તેની ખાસિયત એ છે કે આ ઘર સી ફેસિંગ છે. આ ઘરને તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ ડિઝાઇન કર્યું છે.

બેલ બોટમ

આટલી સંપત્તિના માલિક છે અક્ષય કુમાર

અક્ષય કુમારે તેની મહેનતના દમ પર ઘણી સંપત્તી કમાવી છે. તેની સંપત્તિની વાત કરવામાં આવે તો, મીડિયા રિપોર્ટ મુજબ અક્ષયની કુલ સંપત્તિ અંદાજે 2414 કરોડ રૂપિયા જેટલી થાય છે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!