ફિલ્મ જગતના આ દિગ્ગજને જવું પડ્યું પીએમને મળવા, આ મામલે થઈ રહ્યા છે પરેશાન

ભારતીય ફિલ્મ અને મનોરંજન જગતનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. આ મુલાકાત દરમિયાન મનોરંજન ઉદ્યોગ માટે જીએસટીના દર ઘટાડવા અને તેને એક સમાન રાખવાની માગણી કરી હતી. પ્રતિનિધિમંડળમાં અભિનેતા અક્ષયકુમાર, અજય દેવગણ, ફિલ્મ નિર્માતા કરણ જૌહર, રાકેશ રોશન, સેન્સર બોર્ડના પ્રમુખ પ્રસૂન જોશી અને પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સિદ્ધાર્થ રૉય કપૂર સામેલ હતા. અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પર મીટિંગની તસવીર શેયર કરી છે.

પીઆઈબી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ પ્રતિનિધિમંડળે મોદીને ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં વિકાસની વ્યાપક સંભાવનાઓની રૂપરેખા પ્રસ્તુત કરી અને કહ્યુ હતુ કે આ ક્ષેત્ર નજીકના ભવિષ્યમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીવાળો દેશ બનાવવાના વડાપ્રધાનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન કરી શકે છે.

ફિલ્મ જગતના સદસ્યોએ ભારતને મનોરંજન ઉદ્યોગ માટે જીએસટી દરો ઘટાડવા અને એક સમાન રાખવાની માગણી કરી છે. તેની સાથે મુંબઈને મનોરંજનની વૈશ્વિક રાજધાની તરીકે વિકસિત કરવા અને આ દિશામાં વિભિન્ન ઉપાય કરવા તથા સક્રિય દ્રષ્ટિકોણ અપનાવવાની આવશ્યકતા પર પણ ભાર મૂકયો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ભારતીય મનોરંજન ઉદ્યોગ દુનિયાભરમાં લોકપ્રિય છે. આ ઉદ્યોગ વિશ્વમાં ભારતની વધતી પ્રતિષ્ઠાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. તેમણે પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે કેન્દ્ર સરકાર મીડિયા અને મનોરંજન ઉદ્યોગની સાથે છે અને તેઓ સૂચનો પર સકારાત્મકતાથી વિચારણા કરશે. આ પહેલા પણ પ્રતિનિધિમંડળે ઓક્ટોબરમાં વડાપ્રધાન મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત પર ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુર્કાના ડાયરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે પ્રતિનિધિમંડળમાં ફિલ્મજગત સાથે જોડાયેલી મહિલાઓના સામેલ નહીં હોવાના મામલે સવાલ કર્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter