GSTV

સલમાન-શાહરૂખ નહીં, હાલ અક્ષય કુમાર છે ઈંડસ્ટ્રીઝનો સૌથી બિઝી સ્ટાર, હાથમાં છે આટલી ફિલ્મો

Last Updated on April 1, 2021 by Pravin Makwana

બોલિવૂડ ઈંડસ્ટ્રીઝમાં હાલના સમયમાં અક્ષય કુમાર જ એક એવો સ્ટાર છે, જે સૌથી વધારે બિઝી છે. હાલમાં જ તેણે પોતાની ફિલ્મ અતરંગી રે અને બચ્ચન પાંડેનું શૂટીંગ પુરૂ કર્યુ છે. હવે તે પોતાની અપકમિંગ ફિલ્મ રામસેતુના શૂટીંગમાં બિઝી થઈ ગયો છે. આ ફિલ્મનો લુક હાલમાં સામે આવ્યો હતો. તેણે તેનો એક ફોટો પણ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

આમ તો સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ પોતાની ફિલ્મોના શૂટીંગમાં વ્યસ્ત છે. પણ અક્ષય કુમાર આ બંને સ્ટાર્સ કરતા ખૂબ વધારે બિઝી છે.

ઈંડસ્ટ્રીઝમાં હાલ અક્ષય કુમારની ખૂબ ડિમાન્ડ છે. હાલમાં તે લગભગ 7 જેટલી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. જે 2021-22માં રિલીઝ થવાની છે. તેમાંથી અમુક ફિલ્મો તો રિલીઝ માટે તૈયાર પણ છે.

સૂર્યવંશી

સિંઘમ અને સિંબા જેવી ફિલ્મોના ડાયરેક્ટર રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ આ જ મહિનાની 30 તારીખ સિનેમાઘરમાં રિલીઝ થવાની હતી, પણ કોરોનાના કારણે કદાચ ડેટ આગળ ઠેલવાઈ શકે છે. ફિલ્મમાં કેટરીના કૈફ લીડ રોલમાં છે.

બેલ બોટમ

અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ પણ રીલિઝ માટે તૈયાર છે. રંજીત એમ તિવારીની આ ફિલ્મમાં અક્ષયની સાથે વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરેશી લીડ રોલમાં છે. આ ફિલ્મ આ વર્ષની 28 મેના રોજ રિલીઝ થવાની છે.

અતરંગી રે

સારા અલી ખાન અને ધનુષની ફિલ્મ અતરંગી રેનું શૂટીંગ પુરી થઈ ચુક્યુ છે. આ ફિલ્મ અક્ષય કૈમિયો કરતો જોવા મળશે, વિગતો પ્રમાણે જોઈએ તો, આ ફિલ્મ ઓગસ્ટની 6 તારીખની આસપાસ રિલીઝ થઈ શકે છે.

બચ્ચન પાંડે

અક્ષયની મોસ્ટ અવેડેટ ફિલ્મ બચ્ચન પાંડે પણ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન લીડ રોલમાં છે. રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે. જણાવી દઈએ કે, ફિલ્મ અક્ષય કુમાર ગેંગસ્ટારનો રોલ પ્લે કરી રહ્યો છે.

પૃથ્વીરાજ

યશરાજ ફિલ્મ્સની બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો રોલ કરતો દેખાશે. આ ફિલ્મમાં ચંદ્રપ્રકાશ દ્વિવેદી નિર્દેશિત કરી રહ્યા છે. મિસ ઈંડિયા રહી ચુકેલી માનુષી છિલ્લર આ ફિલ્મમાં અક્ષયની સાથે જોવા મળશે. આ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થશે.

રામસેતૂ

અભિષેક શર્માની ફિલ્મ રામસેતુનું શૂટીંગ હાલ અયોધ્યામમાં ચાલી રહ્યુ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર આર્કિયોલોજિસ્ટના રોજમાં જોવા મળશે. ફિલ્મમાં જૈકલિન ફર્નાડિઝ અને નુસરત ભરૂચા લીડ રોલમાં છે.

રક્ષાબંધન

આપને જણાવી દઈએ કે, અક્ષય કુમાર ગત વર્ષે રક્ષાબંધનના અવસરે ફિલ્મ રક્ષાબંધનની જાહેરાત કરી હતી. આ ફિલ્મ ભાઈ-બહેનના બોન્ડીંગ પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા અક્ષય પોતાની બહેન અલકાને ડ્રિબ્યૂટ આપવા માગે છે.

READ ALSO

Related posts

પંજાબ કોંગ્રેસમાં ખટરાગ / પૂર્વ સીએમએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને ગણાવ્યા ‘અનુભવ વગરના બાળકો’

Pritesh Mehta

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!