GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોના સામે લડવા પીએમ મોદીએ દાન માટે કરી એક અપીલ તો સ્ટારે 25 કરોડ રૂપિયાની કરી દીધી જાહેરાત

કોરોના વાયરસ સામે વિશ્વ લડી રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણ ઉપર પ્રધાનમંત્રી મોદી આખા દેશ ઉપર નજર રાખી રહ્યા છે. આજે તેમણે દેશવાસીઓને કોરોનો વાયરસથી લડવા માટે મદદ માગી હતી. એના માટે PM-CARES પીએમ કેયર્સ ફંડ બનાવ્યં છે. જેમાં કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ મદદ કરી શકે છે. જેમાં કોઈપણ વ્યક્તિ કંઈપણ રૃપિયા દાન કરવા માગતા હોય તો તે આપી શકે છે. ડોનેશનની રકમ ઘરે બેઠા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ , ઇન્ટરનેટ બેંકિગ, યુપીઆઈ અને RTGS/NEFTની મદદથી કરી શકાય છે.

પીએમ નરેન્દ્રમોદીએ દેશવાસીઓને કહ્યું કે, પીએમ કેયર ફંડમાં દાન કરો. તેની મદદથી આપણે આ લડાઈ જીતી શકીશું. આવનારા દિવસોમાં એવા ડિઝાસ્ટર સામે લડવામાં સરકારની મદદ મળશે. લોકો સામેથી મદદ કરવા આવી રહ્યા છે તેમની ભાવનાઓની કદર કરું છું. આપના જેવા લોકોનીમદદથી જ ભારત ઝડપથી સાજો થઈ જશે.

પીએમ મોદીની અપીલ પર બોલીવુડ સ્ટાર એક્ટર અક્ષયકુમારે પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ રૃપિયા દાન આપવાની જાહેરાત કરી છે. અક્ષય કુમારે કર્યું કે હજુ લોકોની જીંદગી સૌથી મહત્ત્વની છે. એના માટે આપણે પૂરેપૂરી કોશિશ કરવાની જરૃર છે.

પીએમ મોદીની અપીલ ઉપર IAS એસોશિયેશને પણ પીએમકેયર્સ ફંડમાં 21 લાખ રૃપિયા દાનની ઘોષણા કરી છે. એસોસિયેશનના તમામ સભ્યો ઓછામાં ઓછા એક દિવસનો પગાર આપશે. પીએમ મોદીએ દેશના તમામ રેડિયો જોકી સાથે વિડિયો કોન્ફરન્સની મદદથી વાત કરી અને તેમને આ કાર્યમાં સામેલ થવા અપીલ કરી. રેડિયોના માધ્યમથી દેશના દરેક નાગરીકોને કોરોનાને લઈને જાગૃત કરવા ઈચ્છે છે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!