GSTV

અક્ષય કુમારે શરીરને લગાવી આગ અને કર્યુ ખતરનાક રેમ્પ વૉક, જુઓ Photos અને Videos

akshay kumar web series

બોલિવુડાના મિસ્ટર કુમાર એટલે કે ફેમસ એક્ટર અક્ષય કુમારે હાલમાં જ મુંબઈના એક કોન્સર્ટમાં હાજરી આપી છે. તે સમયે ખીલાડી કુમારનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. તેણે રેમ્પ વૉક કર્યું પરંતુ આ રેમ્પ વૉક કોઈ મામલી ન હતું. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અક્ષય કુમાર આગમાં લપેટાપેલો છે અને રેમ્પ વૉક કરતો જોવા મળી રહ્યો છે.

એમઝોન પ્રાઇમ અક્ષય કુમારને લઇને ‘ધ એન્ડ’ ટાઇટલ સાથે એક એક્શન, થ્રિલરથી ભરપૂર વેબ સિરીઝ લઇને આવી રહ્યું છે. આ સિરીઝની એક પ્રમોશનલ ઇવેન્ટમાં અક્ષય કુમારે પોતાના શરીર પર આગ લગાવીને રેમ્પ વોક કર્યું હતું. આ ઇવેન્ટ સાથે જ અક્ષય કુમારે સાબીત કરી બતાવ્યું છે કે તેઓ ખરા અર્થમાં ‘ખતરો કા ખેલાડી’ છે.

પોતાના આગામી વેબ સિરીઝને લઇને Akshay Kumarખૂબજ ઉત્સાહિત છે અને જણાવે છે કે આ વેબ સિરીઝને લઇને હું ઘણા સમયથી કામ કરી રહ્યો હતો અને આ વેબ સિરીઝમાં તમે મને ભરપૂર એક્શન કરતો નિહાળી શકશો. પોતાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આવવાની પ્રેરણા કેવી રીતે મળી તેના જવાબમાં અક્ષય જણાવે છે કે તેમને તેમના પુત્ર દ્વારા આ પ્રકારની પ્રેરણા મળી છે, તેના મતે મારે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર મારો હાથ અજમાવવો જોઇએ તેવું અક્ષય જણાવે છે.

ફિલ્મોની વાત કરવામાં આવે તો….

અક્ષય કુમાર પોતાની દેશભક્તિ ભરેલા અંદાજ માટે જાણીતા છે. જે તેમની ફિલ્મોમાં ખૂબ જોવા મળે છે. અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું નવુ સોન્ગ ‘આજ સિંહ ગરજેગા’ રિલીઝ થયું છે. જે જોશથી ભરી દેશે. સારાગઢીની જંગ પર આધારિત અક્ષય કુમારની કેસરીનું આ સોન્ગ જોશથી ભરેલું છે અને તેમાં અક્ષય કુમાર પોતાના સાથિઓનો તો જોષ વધારી જ રહ્યા છે. આ ઉપરાંત તે દુશ્મનને પણ ધૂળ ચટાવતા જોવા મળી રહ્યા છે. અને દર્શકો પર કેસરી જાદૂ ચલાવવા અક્ષય કુમાર તૈયાર છે.

ફિલ્મનું પહેલુ ગીત પાંચ દિવસ પહેલા જ રિલીઝ થયું હતું. અક્ષયની ફિલ્મ કેસરીના પહેલા સોન્ગે સાનૂ કહદી રિલીઝ થતાની સાથે જ થોડા સમયમાંજ ટ્વિટર પર ટ્રેન્ડ કરવામાં સફળ રહ્યું હતું. આજે આ જ ફિલ્મનું બીજુ ગીત ‘આજ સિંહ ગરજેગા’ પણ રિલીઝ થયું છે. ફિલ્મના આ ગીતને પંજાબી સિંગર જૈજી બી અને ચિરરતન ભટ્ટે ગાયું છે.

ફિલ્મના બીજા ગીતને અક્ષય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. બોલીવુડમાં દેશભક્તિ પર બનેલ ફિલ્મોમાં અક્ષય કુમાર સૌથી વધુ લોકપ્રિય હીરો છે. સારાગઢીના યુદ્ધ પર બનેલ અક્ષયની ફિલ્મ કેસરીનું ટ્રેલર પહેલા જ યૂ-ટ્યૂબ પર ધમાલ મચાવી ચુક્યુ છે. ઝાંબાઝ સૈનિકોના હોસલાની કહાની કેસરીનું ટ્રેલર તમને સિનેમા હોલ તરફ ખેંચી જવા માટે પુરતુ છે. તો ફિલ્મમાં અક્ષય કુમાર હોવા માત્રથી ફિલ્મ હિટ જશે તેવી ગેરંટી માનવામાં આવે છે.

Read Also

Related posts

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel

પાકિસ્તાનના હિંદુ દંપતિએ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે ચારે બાજુ થવા લાગી જોરશોરથી ચર્ચા, કહાની જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt

દાદાગીરી નહીં ચાલે: ટ્રાફિક પોલીસ 1650 બોડીવોર્ન કેમેરાથી સજજ થશે, પોલીસ કે પબ્લિકનું નહીં…છાતી પર લગાવેલા કેમેરાનું રાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!