GSTV
Home » News » મને પાકિસ્તાનમાં જેટલો પ્રેમ મળે છે એટલો બીજે ક્યાંય નથી મળતો, વિવાદિત નિવેદન આપીને ફસાયો અક્ષય કુમાર

મને પાકિસ્તાનમાં જેટલો પ્રેમ મળે છે એટલો બીજે ક્યાંય નથી મળતો, વિવાદિત નિવેદન આપીને ફસાયો અક્ષય કુમાર

બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય કુમારની ફિલ્મો દેશભક્તિનું ઉદાહરણ પૂરુ પાડે છે. રૂપેરી પડદે એક સૈનિકના રૂપમાં દર્શકોના દિલ જીતનાર અક્ષય પોતાના એક જૂના ઇન્ટરવ્યુને લઇને ટ્રોલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે તેની ફિલ્મો સૌથી વધુ પાકિસ્તાનમાં બિઝનેસ કરે છે. સાથે જ તેને સૌથી વધુ પ્રેમ પાકિસ્તાનમાં મળે છે. આ મુદ્દે પર અનેક ટ્વિટર યુઝર્સ ભડક્યા છે.

અક્ષય કુમાર આ વીડિયોમાં પાકિસ્તાનના વખાણ કરતા નજરે પડી રહ્યો છે. અક્ષયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જૂનો છે તેમ છતાં તેના કારણે અક્ષય ટ્રોલર્સના નિશાને આવી ગયો છે.

View this post on Instagram

👓

A post shared by Akshay Kumar (@akshaykumar) on

સોશિયલ મીડિયા યુઝર્સ લખી રહ્યાં છે કે જો આવું નિવેદન કોઇ ‘ખાન’ (સલમાન,શાહરૂખ કે આમિર) દ્વારા આવ્યું હોત તો કદાચ તેમને પાકિસ્તાન મોકલવાની વાત શરૂ થઇ જાત.

જણાવી દઇએ કે અક્ષયનો આ વીડિયો ઘણાં વર્ષો પહેલાંનો છે. આ વીડિયોને Rofl Gandhi નામના ટ્વિટર એકાઉન્ટ પર 28 જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યો છે. જો કે તેમ છતાં આ વીડિયોને અત્યારસુધીમાં લાખો લોકો જોઇ ચુક્યાં છે.

જણાવી દઇએ કે ગત વર્ષે અક્ષય કુમાર એક ફિલ્મના પ્રમોશન માટે કેનેડા ગયો હતો. ત્યાં તેણે સ્પીચ આપી હતી. તેમાં ખિલાડી કુમારે કહ્યું હતું કે તે ઇન્ડ્સ્ટ્રીમાંથી નિવૃત થયા બાદ કેનેડા આવીને વસી જશે. કારણ કે આ તેનું પોતાનું ઘર છે. અગાઉ પણ અક્ષયની કેનેડિયન નાગરિકતાને લઇને અનેક સવાલ ઉભા થયા છે.

Read Also

Related posts

સુરતના અગ્નિકાંડના દિલ્હી સુધી પડ્યા પડઘા, કેજરીવાલ સરકારે આપ્યા આ આદેશ

Mansi Patel

PM મોદીનાં રડારવાળા નિવેદનનું હવે વાયુસેનાએ પણ કર્યુ સમર્થન

Mansi Patel

બિહારમાં બળવાનો સૂર, તેજસ્વી યાદવ રાજીનામું નહીં આપે તો આરજેડી તુટી જશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!