GSTV

આ ‘ટોટકા’ના કારણે અક્ષય કુમારે બદલી નાંખી સૂર્યવંશીના ટ્રેલરની ડેટ, હંમેશા હિટ રહ્યો છે આ ફોર્મ્યુલા

સિનેમા જગતામાં  ઘણા એવા કલાકારો છે, જે ફિલ્મની  સફળતા માટે  વિવિધ નુસખા અજમાવતા હોયછે. અક્ષય કુમાર પણ આમાંથી બાકાત નથી. તેણે પોતાની આવનારી ફિલ્મ ‘સૂર્યવંશી’ની  ટ્રેલર લોન્ચની તારીખમાં ફેરફાર કર્યો છે.

જાણકારીના  અનુસાર, આ ફિલ્મનું ટ્રેલર પહેલા ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના  એ રિલીઝ કરવાનું હતું. પરંત હવે તારીખમાં બદલાવ કરીને ૨ માર્ચ ૨૦૨૦ કરવામા ં આવી છે. કહેવાય છે કે, આ તારીખના સરવાળી સંખ્યા નવ આવે છે,જે  અક્ષય માટે ભાગ્યશાળી છે.

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતુ કે, ” અક્ષય કુમારનો  લકી  નંબર નવ છે, અને ૨-૩-૨૦૨૦નો  સરવાળો પણ નવ  થાય છે. તેથી  અક્ષય આ તારીખે ટ્રેલર રિલીઝ કરવા ઇચ્છે છે. પહેલા ૨૭ ફેબ્રુઆરી રાખવામાં આવી હતી. ફિલ્મની રિલીઝ પણ ૨૭ માર્ચના છે.

ઉલ્લેખનીય છે  કે, તેની  ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ ૨૭ ડિસેમ્બરના  રિલીઝ થઇ હતી અને તેનું  ટ્રેલર ૧૮ નવેમ્બરના  રિલીઝ કરવામાં આવ્યું હતું.જ્યારે ફિલમ ‘મિશન મંગલ’નું ટ્રેલર પણ ૧૮ જુલાઇના લોન્ચ થયું હતું. જેનો સરવાળો પણ નવ થાય છે. તેથી જ પોતાના આ લકી આંકડાને જ અનુસરવા માંગે છે.

Read Also

Related posts

ક્રિકેટ ફેન્સ થશે નિરાશ! IPL 2020 રદ થવાના આરે, આગામી વર્ષે નહી થાય મેગા ઑક્શન

Bansari

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

સ્પેન અને ઇટલીમાં કોરોના બેકાબૂ : એટલા કેસો અને મોતના આંક છે કે હોસ્પિટલો પડી રહી છે ઓછી

Karan
Do NOT follow this link or you will be banned from the site!