GSTV

અક્ષય કુમારે હેરેસમેન્ટના આરોપી સાથે કામ કરવાનો કર્યો ઇનકાર,સાજિદે છોડવી પડી ફિલ્મ

Last Updated on October 12, 2018 by Bansari

Me Too અભિયાને બોલીવુડમાં જોર પકડ્યુ છે. નાના પાટેકર અને સાજિદ ખાન જેવા મોટા નામ સામે આવ્યાં બાદ હવે મોટી ફિલ્મો પર પણ તેની અસર થઇ રહી છે. ફિલ્મ હાઉસફૂલ-4ના એક્ટર અક્ષય કુમારે સાજિદ અને નાના પાટેકર પર લાગેલા ગંભીર આરોપો અંતર્ગત તપાસ પૂર્ણ થવા સુધી શુટિંગ રદ્દ કરવા અંગે જાણકારી આપી છે.

તેવામાં સાજિદ ખાને પણ ટ્વીટ કરી હાઉસફુલ-4ના ડાયરેક્ટરની કમાન છોડવાની પુષ્ટિ કરી છે.

અક્ષય  કુમારે ટ્વીટ કરીને જણાવ્યું કે, ગઇ કાલે રાત્રે દેશ પરત આવ્યાં બાદ જે ખબરો વાંચી તે પરેશાન કરનારી છે. મે હાઉસફુલ-4ના પ્રોડ્યૂસરને તપાસ થાય ત્યાં સુધી શુટિંગ રદ્દ કરવા કહ્યું છે.  આ એવી બાબત છે જેની વિરુદ્ધ સખત પગલાં લેવા જોઇએ. હું કોઇપણ આરોપી સાથે કામ નહી કરૂ જેના પર હેરેસમેન્ટનો આરોપ છે. બધાને ન્યાય મળવો જોઇએ.

આ મામલે સાજિદ ખાને પણ ટ્વીટ કરીને પોતાનોપક્ષ રજૂ કર્યો છે. તેમણે લખ્યું કે, મારી વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યો છે. મારા પરિવાર, ફિલ્મ હાઉસફુલ-4ના પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટ પર જબાણ કરવામાં આવી રહ્યું છે. હું નૈતિક જવાબદારી લેતા હાઉસફુલના ડાયરેક્શનની જવાબદારી છોડુ છુ. જ્યાં સુધી હું પોતાના પર લાગેલા આરોપોને શાંત કરીને સાચા સાબિત ન કરૂ. હું મારા મીડિયા મિત્રોને કહીશ કે સત્ય જાણ્યા વિના નિર્ણય ન આપો.

હાઉસફુલ-4ની સ્ટારકાસ્ટમાં નાના પાટેકર પણ છે. ઉલ્લેખનીય છે કે તનુશ્રીએ 10 વર્ષ જૂની ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 2008માં હું એક ફિલ્મનું શુટિંગ કરી રહી હતી તે દરમિયાન મારી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નાના પાટેકર સેટ પર મારી સાથે ઇન્ટીમેટ સીકવન્સ કરવા માંગતા હતા.તેવામાં તેવા અહેવાલ પણ મળી રહ્યાં છે કે  વિવાદ વધી જતાં નાના ફિલ્મના સેટ પર નથી આવી રહ્યાં. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે અને પરેશાન છે તેથી તેઓ શુટિંગ કરવાની સ્થિતીમાં હાલ નથી.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!