GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ભાઈ હોય તો અક્ષય જેવો, બહેનને કોરોના મુક્ત રાખવા આખી ફ્લાઇટ જ બુક કરાવી નાખી

કોરોના સામેની લડતમાં આગળ પડતો ભાગ લઈને લોકોની મદદ કરી રહેલા અક્ષયકુમારે પરિવારને મદદ કરવામાં પણ જરાય પાછીપાની કરી નથી. અક્ષયકુમારે તેની બહેન અને તેના સંતાનોને મુંબઈથી દિલ્હી મોકલવા આખી ફ્લાઈટ જ બુક કરી નાખી હતી.
અક્ષય કુમારે તેના પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થતું બચવા માટે આ ઉપાય કર્યો હતો. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આખો દિવસ આ જ ચર્ચા થતી રહી હતી કે, એક એક્ટર પોતાના પરિવારને કોરોનાથી બચાવવા માટે આખી ફ્લાઇટ બુક કરાવી શકે છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મુંબઈથી દિલ્હી જનારી એક ફ્લાઇટ સૌથી ઓછા મુસાફરોને લઈને જઈ રહી છે.

ફ્લાઇટ અક્ષયકુમારની ઓફિસમાંથી બુક કરાઈ

ફ્લાઇટમાં જેમણે મુસાફરી કરી તેમાં અલકા હિરાનંદા અને તેના બાળકોના નામ સામેલ હતા. વધુ તપાસમાં ખ્યાલ આવ્યો કે, આ ફ્લાઇટ અક્ષયકુમારની ઓફિસમાંથી બુક કરાઈ હતી. આ ફ્લાઇટમાં તેની બહેન અને તેના બાળકો મુસાફરી કરી રહ્યા હતા. જોકે, એ વાતનું ધ્યાન રખાયું હતું કે, જે બેઠક પર આ પરિવાર મુસાફરી કરે તેની આસપાસની બેઠકો પણ બુક કરાવી દેવામાં આવે. તેમનો ઇરાદો એવો ન હતો કે, ફ્લાઇટમાં અન્ય કોઈ મુસાફરો મુસાફરી કરે જ નહીં.

સહયોગી કર્મચારી જ હાજર હતી

મુંબઈ એરપોર્ટન સૂત્રોએ જણાવ્યું હતું કે, જે ફ્લાઇટમાં અલકા હિરાનંદા અને તેના બાળકોએ મુસાફરી કરી તેમાં તેના સિવાય તેમની સહયોગી કર્મચારી જ હાજર હતી. ભારતમાં લોકડાઉન બાદ પહેલી વાર આ સપ્તાહથી વિમાન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આવી જ રીતે બે દિવસ અગાઉ ભોપાલથી દિલ્હી માટે એક ફ્લાઇટ રવાના થઈ હતી જેમાં એક બિઝનેસમેને તમામ સીટ તેની પુત્રી, તેના સંતાનો અને સહયોગીઓ માટે બુક કરાવી હતી.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!