GSTV
Gujarat Government Advertisement

અક્ષયકુમારની ફિલ્મ બચ્ચા પાંડેનું પોસ્ટર રિલીઝ, પહેલા લુકમાં જ થવા લાગ્યો ટ્રોલ

Last Updated on July 26, 2019 by

અક્ષય કુમારની ફિલ્મ બચ્ચા પાંડેનો ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ 2020માં ક્રિસમસ પર રિલીઝ કરવાની પૂરી તૈયારી છે. મૂવીને ફરહાદ સામજી ડાયરેક્ટ કરી રહ્યા છે.

સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. પોસ્ટરમાં અક્ષય કુમારનો લુક શાનદાર અને આકર્ષક લાગી રહ્યો છે. અક્ષય કુમાર પોસ્ટરમાં લુંગી પહેરી, માથા ઉપર તિલક, ગળામાં હેવી ચેન અને હાથમાં Nunchaku બેલ્ટ દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લુક પસંદ કરવામાં આવી રહ્યો છે.

લોકો ખતરનાક, શાનદાર, આગ જ આગ જેવી કોમેન્ટો કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકોને તેનો આ લુક પસંદ નથી આવ્યો. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, આ શું છે? હોશમાં તો છે ને. આ બિલકુલ સારું નથી લાગતું, એક યુઝર્સે લખ્યું, શું બકવાસ છે આ? તો બીજાએ લખ્યું આમિર ખાન સાથે ક્લેશ, લુંગી ઉઠાવીને ભાગવું પડશે.

અક્ષય કુમાર દર વર્ષે 3-4 ફિલ્મ બનાવા માટે જાણીતો છે. આ વર્ષે અક્ષય કુમારના હાથમાં અલગ-અલગ ફિલ્મ છે. 2019ની શરૂઆતમાં તેની ફિલ્મ કેસરી રિલીઝ થઈ હતી. ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો.

હવે મિશન મંગળ 15 ઓગસ્ટે રિલીઝ થશે. તેના પછી દિવાળી પર હાઉસફુલ-4 રિલીઝ થશે. ત્યારબાદ 27 ડિસેમ્બરે ગુડ ન્યૂઝ રિલીઝ થશે. એ ઉપરાંત 2020માં પણ તેની ફિલ્મો રિલીઝ થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામની વાત/ તમારી કારને રાખવા માંગો છો ફિટ તો અપનાવો આ 9 મેઇન્ટેનેન્સ ટિપ્સ, કાર રહેશે નવી નક્કોર

Bansari

ગૂજરાત વિદ્યાપીઠની રૂપાણી સરકારથી ઉલટી ગંગા, હજુ તો ધોરણ 12ના પરિણામ નથી આવ્યાં એ પહેલાં જ એડમિશન શરૂ

Dhruv Brahmbhatt

ચેતવણી/ ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા અને વેબ સીરિઝની બે અભિનેત્રી ચોરીમાં ઝડપાઈ : કામ ન હોવાથી રૂપિયા ખૂટ્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!