GSTV

અક્ષયે ગુસ્સે થયેલા ફેન્સને કરી વિનંતી, તો સામે મળ્યો આ જવાબ…

Last Updated on June 15, 2019 by

અક્ષય કુમાર બોલિવૂડના એક એવા સુપરસ્ટાર છે, જેના માટે તેના ફેન્સ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પરંતુ અત્યારે તેના ફેન્સ નારાજ થઈ ગયા છે અને તે નારાજગી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ બધા ફેન્સને સમજાવવા તેના ટ્વીટર એકાઉન્ટ પર અપીલ કરી છે.

તેણે આ પોસ્ટમાં હાથ જોડીને વિનંતી કરી છે, પરંતુ અક્ષયની વાત સાંભળવા તૈયાર નથી. વાત અક્ષય કુમારની આવનારી ફિલ્મ સૂર્યવંશી સાથે જોડાયેલી છે. જોકે અક્ષય કુમારની સૂર્યવંશી સલમાન ખાનની ઈન્સાઅલ્લાહ સાથે અથડાઈ રહી હતી. ત્યારબાદ ભારત રિલીઝ થઈ ત્યારે સલમાન અને રોહિત શેટ્ટીએ સાથે મળીને જાહેર કર્યું કે સૂર્યવંશી હવે 27 માર્ચ 2020ના રોજ રિલીઝ થશે, ઈદ પર નહીં.

અક્કીના ફેન્સને આ વાત પસંદ ના આવી અને તેના પર નારાજ થઈ ગયા. છેલ્લા કેટલાક દિવસથી થોડા થોડા સમયે #ShameOnRohitShetty ટ્રેડ કરી રહ્યા છે. જ્યાં અક્કીના ફેન્સ આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને પોતાનો ગુસ્સા વ્યક્ત કરી રહ્યા છે. ફેન્સના ગુસ્સાને જોતાં અક્ષય કુમારે ટ્વીટ પર પોસ્ટ કરી અને લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી જોઈ રહ્યો છું કે અજીજ લોકો જે નેગેટિવ ટ્રેડ ફેલાવી રહ્યા છે.

હું તમારો ગુસ્સો સમજી શકું છું, પરંતુ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ નેગેટિવ ટ્રેડનો હિસ્સો ના બનો. મેં સૂર્યવંશી એક પોઝિટિવ વલણ સાથે સાઈન કરી હતી. કૃપા કરી તેને રિલીઝ થવામાં મદદ કરો. જોકે અક્કીની આ પોસ્ટથી તેના ફેન્સનો ગુસ્સો શાંત નથી થયો.

તેના એક ફેન્સે લખ્યું હતું, અમને અક્કી સરની મૂવી ઈદ પર જોઈએ….સલમાનને કહો કે તેની ફિલ્મ પ્રી-પોંડ કરે. અમે અક્કીની સાથે છીએ. ત્યારે બીજા ફેન્સે લખ્યું, જો તમે આ નેગેટિવ ટ્રેડને રોકવા માગો છો તો સારી રિલીઝ ડેટ નક્કી કરો, અમારા ઈમોશન્સ સાથે ના રમશો. તો કેટલાક લોકોએ કહ્યું હતું કે ફિલ્મની રિલીઝ ડેટ અક્ષય જ નક્કી કરશે બીજુ કોઈ નહીં.

Read Also

Related posts

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!