અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટારર મોસ્ટ અવેઇટેડફિલ્મ 2.0નું ટ્રેલર રિલિઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં બંને સુપરસ્ટાર પહેલીવાર એકસાથેજોવા મળશે. ટીઝરની જેમ ફિલ્મનું ટ્રેલર પણ એક્શન અને રોમાંચથી ભરપૂર છે. ફિલ્મમાંએમી જેક્સન પણ મહત્વના રોલમાં છે. ફેન્સ ઘણાં સમયથી ટ્રેલરની તુરતાપૂર્વક રાહ જોઇરહ્યાં હતા જેનો આખરે અંત આવ્યો છે.
જુઓ 2.0નું ધમાકેદાર ટ્રેલર
આ વખતે ફિલ્મમાં અક્ષય અને રજનીકાંત ઉપરાંત એમી જેક્સન પણ જોવા મળશે. આ ફિલ્મની ખાસિયત તેનું વીએફએક્સ છે. અક્ષય કુમારે એક ટ્વિટ દ્વારા જણાવ્યું કે ફિલ્મ માટે 3000થી વધુ ટેક્નિશિયન્સે કામ કર્યુ છે.
ટ્રેલર પરથી જ ખ્યાલ આવે છે કે આ ફિલ્મને હૉલીવુડ સ્ટાઇલથી બનાવવામાં આવી છે. ટ્રેલર જોઇને લાગી રહ્યું છે કે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ઓપનર બની શકે છે. અનેક એક્સપર્ટસનું માનવું છે કે જો ફિલ્મને માઉથ પબ્લિસીટી મળશે તો પહેલાં જ દિવસે ફિલ્મ 100 કરોડની કમાણી કરી શકે છે.
કરોડોનું છે બજેટ
ફિલ્મમાં અક્ષય કુમાર વિલનના રોલમાં છે. ફિલ્મ માટે અક્ષય પહેલી પસંદ ન હતો. આ રોલ આમિર ખાનને ઑફર કરવામાં આવ્યો હતો. પરંતુ આમિરે આ રોલ કરવાથી ઇનકાર કરી દીધો હતો જે પછી આ રોલ અક્ષય કુમારને ઑફર કરવામાં આવ્યો હતો. ફિલ્મનું બજેટ 550 કરોડ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે બાહુબલીથી 200 કરોડ રૂપિયા વધુ છે.
And it’s almost time…Get ready to witness the #2Point0Trailer tomorrow at 12 pm. Just 1 day to go! @2Point0Movie @DharmaMovies @LycaProductions #2Point0 #2Point0TrailerOnNov3 pic.twitter.com/rXze3BTLDH
— Akshay Kumar (@akshaykumar) November 2, 2018
મેકર્સ દ્વારા ટ્વીટર પર જાહેરાત કરવામાં આવી છે કે ફિલ્મ માટે 75 મિલિયન ડૉલર એટલે કે 550 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ જાહેરાત ફિલ્મના લીડ સ્ટાર અક્ષય કુમારે પોતાના ઓફિશ્યલી પેજ પરથી કરી હતી. ફિલ્મમાં વપરાયેલી VFX ટેક્નોલોજી ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી ખર્ચાળ ટેક્નોલોજી છે.
આ પહેલા ભારતમાં આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે જ શંકરે કેલિફોર્નિયાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ફિલ્મમાં વિઝ્યુઅલી ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા તમામ પાસાઓનો ખાસ અભ્યાસ કર્યો હતો. ત્યારે દિવસે ને દિવસે રોબોટ 2.0 ફેન્સની ઉત્તેજનામાં પોસ્ટર શેર કરી વધારો કરી રહી હોવાનું સાફ દેખાઇ રહ્યું છે.
Read Also
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ