બોલિવૂડના ખિલાડી અક્ષયકુમાર અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પહેલી ફિલ્મ ૨.૦ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. એસ. શંકર દિગ્દર્શિત ફિલ્મ ૨૯ નવેમ્બર, ૨૦૧૮ના રિલીઝ થશે. અક્ષયકુમાર, રજનીકાંત, એમી જેક્શન, સુધાંશુ પાંડે અને આદિલ હુસેન જેવા કલાકારો ધરાવતી સાયન્સ-ફિક્શન ફિલ્મનું બજેટ ૩૫૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
અક્ષયકુમારે આ ફિલ્મમાં ચસકેલ વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી છે. બોલિવૂડ સ્ટાર એના પહેલાં તામિલ પ્રોજેક્ટમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે સુપરસ્ટાર રજનીકાંત પણ વૈજ્ઞાનિકની જ ભૂમિકા ભજવી રહ્યા છે. ૨.૦ એ ૨૦૧૦માં આવેલી એંથિરન નામની તામિલ ફિલ્મની આ સિક્વલ રહેલી છે.
અક્ષય કુમાર અને મૌની રોય પોતાની અપકમિંગ ફિલ્મ ગોલ્ડ આવી રહી છે. અક્ષય કુમારની ગોલ્ડનું પહેલું સોન્ગ ‘નૈનો ને બાંધી’ રિલીઝ થયું છે. આ સોન્ગમાં અક્ષય કુમાર અને મૌની રોય રોમાન્સ કરતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે ગોલ્ડ ફિલ્મ 1948ના સમય પર આધારિત છે, જ્યારે ભારતની હૉકી ટીમે પહેલો ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમાર અને મૌની રોય સિવાય કુનાલ કપૂર, અમિત સાધ, વીનિત સિંહ, સની કૌશલ પણ છે. મૌની રોયની આ ડેબ્યુ ફિલ્મ છે.