છેલ્લા કેટલાક સમયથી જેની ચર્ચા છે તે અક્ષય કુમાર તથા રજનીકાંતની ફિલમ 2.0નું ટ્રેલર હવે નજીકના મહિનાઓમાં જ લોન્ચ કરવામાં આવશે. તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે આ ફિલ્મ આગામી વર્ષે 25 જાન્યુઆરીના રોજ રીલીઝ કરવામાં આવશે. અને હવે એવી માહિતી બહાર આવી છે કે આ ફિલ્મનું ટ્રેલર ડિસેમ્બર મહિનામાં રજૂ થવાનું છે.
આ ફિલ્મને લગતા કાર્યક્મોને તબક્કાવાર રીલીઝ કરવામાં આવશે. ફિલ્મનો ઓડિયો આગામી મહિને જ ઓક્ટોબરમાં દુબઈમાં લેવામાં આવશે. અને ત્યાર બાદ ફિલ્મનું ટીઝર હૈદરાબાદમાં નવેમ્બર મહિનામાં રીલીઝ કરવામાં આવશે. અને પછી ડિસેમ્બર મહિનામાં ચેન્નઈ ખાતે ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવશે.
જોકે ફિલ્મ નિર્માતાઓ તરફથી ડિસેમ્બરની કઈ તારીખે રીલીઝ થશે તેવું જણાવવામાં આવ્યું નથી. આથી ચાહકોમાં એ ઉત્સુકતા વધી ગઈ છે કે 2.0 ફિલ્મનું ટ્રેલર ક્યારે રીલીઝ કરવામાં આવશે.