અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 29 નવેમ્બરના રોજ રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મને લઇને દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટર શંકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વીએફએક્સ અને ગ્રાફિક્સ પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે. ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા છે. સાથે જ ફિલ્મ તેલુગુ, તમિલ અને હિન્દીમાં રિલિઝ થઇ છે.
ફિલ્મ પર એટલા રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે કે મેકર્સે બજેટ કાઢવા માટે ખાસ તૈયારી કરવી પડી છે. સૌથી પહેલા તે સાઇટને બ્લોક કરી દેવામાં આવી છે જેનાથી ફિલ્મ લીક થવાનો ડર હતો. મદ્રાસ હાઇકોર્ટે 12 હજાર વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
આટલું કર્યા છતાં ફિલ્મ લીક થઇ ગઇ છે. તમિલ રૉકર્સ અને અન્ય એક્ટિવ પાયરસી વેબસાઇટે ફિલ્મને લીક કરી છે. આ ઉપરાંત રિલિઝના એક કલાકમાં જ 2.0 ફિલ્મ એચડી પ્રિન્ટમાં લીક થઇ ગઇ. મેકર્સ માટે આ માઠા સમાચાર છે જો કે ફિલ્મ લીક ન થાય તે માટે એક ટીમ પણ નિયુક્ત કરવામાં આવી છે.
એક્ટર વિશાલ આ ટીમને હેડ કરી રહ્યાં છે અને તેમણે રાજ્ય સરકારને આ વેબસાઇટ્સની એક યાદી સોંપી છે. જેના પર ફિલ્મ લીક થઇ શકે છે. તે બાદ સરકારે કેટલીક વેબસાઇટ બ્લૉક કરી દીધી છે પરંતુ તમિલ રૉકર્સને તે બ્લોક નથી કરી શકી. તાજેતરમાં જ તમિલ રૉર્સે ધનુષની ફિલ્મ ‘વાડ ચેન્નઇ’ લીક કરી હતી.
રજનીકાંતની ફિલ્મ 2.0 રિલિઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. સિનેમાહોલનાં અમુક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે કે જેમાં ફેન્સ ઘેલા થઈને નાચી રહ્યાં છે. રજનીકાન્તની એન્ટ્રી થઈ નથી કે દર્શકો બેકાબુ થતા જોવા મળે છે.
સાઉથમાં રજનીકાંતને બધા ભગવાન માનીને પુજે છે. આ વાતની સાબિતી ફિલ્મ રિલિઝ થતા જોવા મળી છે. આ વખતે પણ દર વખતની જેમ જ સિનેમાહોલથી લઈને બહાર સુધી બધે જ ઢોલ-નગારા લઈને નાચતા જોવા મળે છે.
વર્ષ 2010માં જ્યારે ડાયરેક્ટર એસ.શંકરની ફિલ્મ એંથીરન (રોબોટ) રીલીઝ થઇ હતી તો તે એક અલગ પ્રકારનો પ્રયોગ હતો. તેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. ચિટ્ટીના કિરદારના લોકો ફેન થઇ ગયા હતા. હવે આશરે 8 વર્ષ બાદ તે ફિલ્મને આગળ વધારતાં શંકરે 2.0 બનાવી છે. તેમાં સુપરસ્ટાર રજનીકાંતની સાથે સાથે બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર છે. આખરે આ ફિલ્મ રિલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન, એક્શન મૂવી છે. જેને 14 ભાષાઓમાં ડબ કરીને રિલિઝ કરવામાં આવી છે.
Read Also
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિર્ણાયક મેચ / નંબર વન ખેલાડી સૂર્યાને અમદાવાદમાં મલાનનો રેકોર્ડબ્રેક કરવાની તક, ટી-20 રેન્કિંગમાં દબદબો
- નિયત કરતા વધુ ઊંઘ લેવાથી થઈ શકે છે નુકસાન, આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાનું વધી જાય છે જોખમ
- ચહેરો બગાડ્યો, પ્રાઈવેટ પાર્ટને પણ પહોંચાડ્યું નુકસાન, 14 મહિના સુધી જાલીમ પ્રેમીના કેદમાં રહી હતી આ એક્ટ્રેસ
- Viral Video/ કતઇ ઝેર..વ્યક્તિએ આંખ અને મોંથી કર્યો એવો ડાન્સ, જોઇને લોટપોટ થઇ જનતા
- આ ફળોને છોલ્યા વગર જ સેવન કરવાના છે અઢળક ફાયદા, અસલી શક્તિ તો છાલમાં જ છે