આજના આધુનિક યુગમાં પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી ફિલ્મો ભાગ્યે જ બને છે. આવામાં અક્ષયકુમારની ફિલ્મ આગામી ફિલ્મ સંપૂર્ણ ફેમિલી ડ્રામાં ફિલ્મ છે. મોટા ભાગે આજના યુગની ફિલ્મો ‘U/A’ પ્રમાણપત્ર મેળવે છે પરંતુ અક્ષય કુમારની ફિલ્મને ભાગ્યે જ મળતું ‘U’ સર્ટિફિકેટ મળ્યુ છે, તે ખૂબ જ મોટી સફળતા છે.

અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ‘રક્ષાબંધન’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે રીલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ. રાયે કર્યું છે. આ ફિલ્મની રીલીઝમાં થોડા જ દિવસો બચ્યા છે આથી તેની સેન્સર બોર્ડ ઔપચારિકતા પણ પૂર્ણ કરવામાં આવી છે. ‘રક્ષાબંધન’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશને(CBFC) ‘U’ સર્ટિફિકેટ સાથે મંજૂરી આપવામાં આવી છે.
અક્ષય કુમારની રક્ષાબંધનને મળ્યું ‘U’ સર્ટિફિકેટ
અત્યારના સમયમાં એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ આવવી મુશ્કેલ છે. આવામાં ‘રક્ષાબંધનને’ U સર્ટિફિકેટ મળ્યુ છે જેનો અર્થ એ છે કે આ ફિલ્મને જોવા ઉપર કોઈ પ્રકારનું નિયંત્રણ નથી. આ ફિલ્મમાં CBFCએ કોઈ પણ પ્રકારની કાપણી કરવાનું કહ્યું નથી. આથી ફિલ્મ નિર્દેશક આનંદ એલ. રાયે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, મારા માટે આ વ્યક્તિગત જીત છે. હું સ્વચ્છ કૌટુંબિક મનોરંજન બનાવવા મેદાનમાં ઉતર્યો છું. હું ‘તનું વેડ્સ મનુ’ (2011) અને ‘તનું વેડ્સ મનુ રીટર્નસ’ વખતે પણ આવું જ વિચારતો હતો. જો કે મને તેમના માટે ‘U/A’ સર્ટિફિકેટ મળ્યું હતું. તેનાથી ભાગ્યે જ કોઈ ફેર પડે છે પરંતુ આ મારા માટે નૈતિક જીત છે.
આ ફિલ્મ અક્ષય કુમારના પાત્ર લાલા કેદારનાથની આસપાસ ફરે છે. તે પોતાની 4 બહેનોના(સહેજમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખતીબ અને સ્મૃતિ શ્રીકાંત દ્વારા ભજવવામાં આવેલ રોલ) લગ્ન કરાવવાં માંગે છે. આ માટે તે સતત પ્રયત્નો કરી રહ્યો છે.
આનંદ એલ. રાય ભારપૂર્વક જણાવે છે કે, પરિવારમાં દરેકને આકર્ષિત કરતી ફિલ્મ બનાવવાની તૈયારીમાં ઉદ્દેશ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. ‘સેન્સર બોર્ડે આ વાત સમજી હોવાથી હું તેમનો આભારી છુ’. આ બાબત વાસ્તવમાં તમને આનંદની અનુભૂતિ કરાવે છે કે, એક નિર્માતા તરીકે તમે તમારી ફિલ્મ બનાવતી વખતે પોતાના ઉદ્દેશ્યને વળગી રહો છો.
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો