GSTV
Food Funda Life Trending

મગજને તેજ બનાવવા સાથે હૃદય સંબંધિત બીમારીઓ માટે પણ ઉપયોગી, જાણો ડ્રાયફ્રુટ શેક બનાવવાની રીત

અખરોટ અને બદામમાં વિટામીન અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અખરોટ અને બદામનું સેવન મગજને તેજ બનાવવાની સાથે હ્રદય સંબંધી બિમારીઓ જેવી કે કાર્ડિયાક અરેસ્ટથી દૂર રાખવામાં પણ મદદગાર છે. તેમાં રહેલું પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ સાથે તેના સેવનથી શરીરમાં એનર્જી રહે છે. આવો જાણીએ ડ્રાયફ્રુટ્સ શેક બનાવવાની રીત.

શેક

સામગ્રી

  • 4 અખરોટ
  • 7 બદામ
  • 7-8 કાજુ
  • 1 ચમચી મધ
  • 1 ગ્લાસ દૂધ
  • થોડા કેસરના તાંતણા

બનાવવાની રીત

  • સૌ પ્રથમ દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો.
  • એક પ્લેટમાં કાજુ, બદામ અને અખરોટને તોડી લો અને છાલ કાઢી નાખો
  • કાજુ, બદામ, અખરોટ અને દૂધને મિક્સરમાં પીસી લો.
  • હવે તેને ગ્લાસમાં કાઢી લીધા બાદ તેમાં મધ ઉમેરો.
  • ડ્રાયફૂટ શેક તૈયાર છે.
  • ઉપર કેસર નાખી સર્વ કરો.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV