અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કાકા શિવપાલ યાદવને લેતાં યાદવ પરિવારમાં સમાધાન થઈ ગયું હોવાના સંકેત મળ રહ્યા છે. અખિલેશે હાલમાં જ રામચરિત માનસ અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા સ્વામીપ્રસાદ મૌર્ય અને આઝમ ખાનને પણ રાષ્ટ્રીય કારોબારીમાં લીધા છે. મૌર્યને રાષ્ટ્રીય મહામંત્રી પણ બનાવાયા છે. ભાજપનું કહેવું છે કે, મૌર્યને રામચરિત માનસના અપમાન બદલ સન્માનિત કરીને બઢતી અપાઈ છે.

અખિલેશ યાદવે 2022ની વિધાનસભા ચૂંટણીમાં હાર પછી રાષ્ટ્રીય કારોબારી વિખેરી નાંખી હતી. જો કે અખિલેશની નવી ટીમમાં બહુ ફેરફારો નથી. કિરણમોય નંદાને રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને રામ ગોપાલ યાદવને રાષ્ટ્રીય મુખ્ય મહાસચિવ તરીકે ચાલુ રાખાયા છે.
રાષ્ટ્રીય કારોબારીમાં 80 ટકા પછાત જ્ઞાતિના અને 9 મુસ્લિમ નેતાઓને ભરીને અખિલેશે પછાત-મુસ્લિમ કાર્ડ રમવાનું નક્કી કર્યું છે એ સ્પષ્ટ છે. કારોબારીમાં આઝમ ખાન સહિત 9 મુસ્લિમ નેતા છે. ભૂતપૂર્વ ધારાસભ્ય પવન પાંડે સહિત 4 બ્રાહ્મણોને પણ સ્થાન મળ્યું છે. સુદીપ રંજન સેનને રાષ્ટ્રીય ખજાનચી બનાવાયા છે.
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ
- ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ