સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવ યુપીની વિધાનસભા ચૂંટણી ક્યાંથી લડશે તે અંગેની અટકળોનો આખરે અંત આવી ગયો છે.

સમાજવાદી પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરીને કહ્યું છે કે, અખિલેશ યાદવ મેનપુરીની કરહલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝુકાવશે.અખિલેશ પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે.હાલમાં તેઓ આઝમગઢથી સાંસદ છે.પહેલા એવી અટકળો હતી કે, તે ચૂંટણી લડવા માટે આઝમગઢની જ કોઈ વિધાનસભા બેઠક પરથી પસંદગી ઉતારશે.
મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરીના સાંસદ છે.અહીંથી તેઓ પાંચમી વખત સાંસદ બન્યા છે.છેલ્લી નવ ચૂંટણીઓથી આ વિસ્તારમાં સપાના જ સાંસદ ચૂંટાઈ આવે છે.મુલાયમ સિંહે આ વિસ્તારમાં જ પોતાનુ શિક્ષણ લીધુ હતુ અને અહીંયા જ શિક્ષક તરીકે કેરિયર શરુ કરી હતી.

અખિલેશે એ દરમિયાન કહ્યું હતું કે, 300 યુનિટ મફત વીજળી આપવાની સાથે સાથે અમારી પાર્ટી આઈટી સેક્ટરમાં 22 લાખ યુવાઓને નોકરી આપશે.
READ ALSO :
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી