GSTV
Home » News » અખિલેશ યાદવે જણાવ્યું કે લોકસભામાં ફરારી અને સાઈકલ વચ્ચે હતો મુકાબલો

અખિલેશ યાદવે જણાવ્યું કે લોકસભામાં ફરારી અને સાઈકલ વચ્ચે હતો મુકાબલો

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલોશ યાદવે હાલમાં જ થયેલી લોકસભાની ચૂંટણીમાં હાર પર જણાવ્યું કે આ લડાઈ અલગ પ્રકારની હતી જેને તે સમજી ન શક્યાં. આજમગઢથી સાંસદ બન્યા પછી જનતાનો આભાર માન્યા પછી અખીલેશ યાદવે જણાવ્યું કે ચૂંટણીમાં ફરારી કાર અને સાઈકલ વચ્ચે મુકાબલો હતો. બધાને ખબર હતી કે ફરારી જીતી જશે. લોકસભા ચૂંટણી મુદ્દાઓની જગ્યાએ બીજી વાતો પર થયુ હતુ. તેમણે ઈશારામાં હારનો ટોપલો મીડિયા પર ઢોળતા તેમણે જણાવ્યું કે આ દિવસોમાં ટીવી પર કોણ દેખાતુ હતુ, ટીવી કોનુ હતુ તે ટીવી અને મોબાઈલ દ્વારા અમારા મગજ સાથે રમ્યા અને અમે સમજી ન શક્યા.

જે દિલસે અમે લડાઈને સમજી જઈશું તે દીવસે જીતી જશું. અખીલેશે જણાવ્યું કે વિરોધી પાર્ટી ઘણી તાકતવર છે પરંતુ સામાજીક ગઠબંધન દ્વારા તેને હરાવવાનો પ્રયત્ન ચાલુ રહેશે તે દરમિયાન તેમણે કાર્યકર્તાઓની હત્યાને લઈને પ્રદેશ સરકારને લઈને દાવો કર્યો કે પાર્ટીને ભલે સીટો ન મળી પરંતુ તેમનો આત્મવિશ્વાસ કાયમ છે.

akhilesh yadav

જેમની સામે લડવાનુ છે તે ખુબ જ તાકાતવર છે, જેની અમે કલ્પના પણ પણ ન કરી શકીએ પરંતુ જે સમયે શાસન અને પ્રશાસન અન્યાય કરવા લાગશે, દેશ અને સમાજને છોડી પોતાનો વિકાસ કરવા લાગશે ત્યારે અમારી જવાબદારી વધી જશે. તેમણે જણાવ્યું કે અમે સાથે મળીને સામાજીક ન્યાયની લડાઈ લડીશુ. અમે તેમને ચેલેન્જ આપીએ છીએ કે તે પોતાની સરકારમા કરેલા કામોને અમે કરેલા કામો સાથે તુલના કરી લે. તે ટકી નહી શકે.  

READ ALSO

Related posts

હિમાચલ પ્રદેશની સોલન દુર્ઘટનામાં 13 જવાન સહિત 14નાં મોત, CMએ આપ્યા મેજીસ્ટ્રેટ તપાસનાં આદેશ

Mansi Patel

શું બિહારમાં રાજ્યપાલની ભૂમિકા કઠપૂતળી તરીકેની છે? BPSCની મેઇન્સ પરિક્ષામાં સવાલ પુછાતા આશ્ચર્ય

Riyaz Parmar

આવતીકાલે સાંજે 4 વાગ્યા બાદ અંબાજી મંદિર દર્શન માટે સંપૂર્ણપણે બંધ, આ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!