GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કાર નથી પલટી પણ ઉત્તર પ્રદેશની સરકાર પલટતાં બચી ગઈ, અનેક રહસ્યો દબાઈ ગયા

વિકાસ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વિકાસ દુબેના એન્કાઉન્ટર મામલે ટ્વિટ કરીને પોલીસ અને સરકારની કાર્યપ્રણાલી સામે સવાલ કર્યા છે અને તેમને નિશાન પર લીધા છે. અખિલેશ યાદવે પોતાની ટ્વિટમાં વિકાસ દુબેને જે વાહન દ્વારા ઉજ્જૈનથી કાનપુર લઈ જવામાં આવી રહ્યો હતો તેના અકસ્માતને લઈ સવાલો ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે પોતાની એક ટ્વિટમાં લખ્યું હતું કે, ‘હકીકતે આ કાર નથી પલટી પરંતુ રાઝ (રહસ્ય) ખુલવાથી સરકાર પલટાતા બચાવવામાં આવી છે.’ ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ સહિત તમામ રાજકીય નેતાઓએ પહેલેથી જ એવી શંકા વ્યક્ત કરી હતી કે વિકાસ દુબે પાછળ યુપી સરકારના તમામ મજબૂત લોકોને સંરક્ષણ મળેલું છે. અખિલેશ યાદવે પોતાની ટ્વિટમાં પણ આ પ્રકારની વાતનો જ સંકેત આપ્યો છે.

અખિલેશ યાદવે ટ્વિટમાં લખ્યું હતું કે, કાર પલટવાથી અને વિકાસ દુબેના મરવાથી સરકારના અનેક રહસ્યો ખુલતા બચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ પોલીસના આઠ જવાનોની નિર્દયતાપૂર્વક હત્યા થઈ તેનો મુખ્ય આરોપી વિકાસ દુબે ફિલ્મી અંદાજમાં માર્યો ગયો છે.

મજબૂરીમાં એન્કાઉન્ટર કરવું પડ્યું: પોલીસ

યુપી એસટીએફની ગાડી વિકાસને લઈને કાનપુર આવી રહી હતી તે સમયે વધારે ઝડપના કારણે બર્રા પાસે તે અચાનક જ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વિકાસ દુબે અને એક સિપાહીને ઈજાઓ પહોંચી હતી. જો કે તેમ છતા વિકાસ પોલીસની પકડમાંથી છટકીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

અધિકારીની પિસ્તોલ લઈ ભાગવાનો પ્રયત્ન

પોલીસના કહેવા પ્રમાણે વિકાસ દુબેએ તક જોઈને એસટીએફના એક અધિકારીની પિસ્તોલ છીનવી લીધી હતી અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જેથી અથડામણ શરૂ થઈ હતી. એસટીએફ દ્વારા વિકાસને હથિયાર મુકીને સરેન્ડર કરવા કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે પોલીસની વાતની અવગણના કરી માટે તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું.

વિકાસ દુબેના એન્કાઉન્ટર સાથે જ તેને લઈ અનેક સવાલો ચાલુ થઈ ગયા હતા ત્યારે અખિલેશ યાદવે આ રીતે ટ્વિટરના માધ્યમથી યોગી સરકાર પર આરોપ મુક્યો છે અને તેને સરકારને બચાવવા માટેનું એન્કાઉન્ટર ગણાવ્યું છે. અખિલેશ યાદવે વિકાસ દુબેની ધરપકડ બાદ પણ તેણે સરેન્ડર કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘પ્રાપ્ત વિગતો પ્રમાણે કાનપુર કાંડનો મુખ્ય અપરાધી પોલીસ કસ્ટડીમાં છે. જો આ સાચું હોય તો સરકાર સ્પષ્ટ કરે કે આ આત્મસમર્પણ છે કે ધરપકડ.’ આ સાથે જ તેમણે મોબાઈલની CDR સાર્વજનિક કરવા કહ્યું હતું જેથી સાચી મિલિભગતનો ભાંડો ફુટી શકે.

તે સિવાય અન્ય એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘ચાર રાજ્યોની સરહદ પાર કરીને, લોકડાઉન સમયે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે કુખ્યાત આરોપી છ દિવસ સુધી પોલીસની આંખોમાં ધૂળ નાખતો રહ્યો. તેના પાછળ માફિયા, પોલીસ અને સત્તાની સાંઠગાંઠ પણ જવાબદાર છે. માટે તેના મોબાઈલની CDR (કોલ ડિટેલ રિપોર્ટ) સાર્વજનિક કરવી જોઈએ જેથી બધાની મિલિભગતનો ભાંડો ફુટી શકે.’

વધુમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘કાનપુરની ઘટનાએ યુપીની બીજેપી સરકારના કપડા અને મહોરૂં ઉતારી દીધું છે. આ ઘટનાથી પોલીસ દળના ગુપ્તચર તંત્રની પોલ પણ ખુલી ગઈ છે. એક ખૂબ જ અમાનવીય ઘાતકી ઘટનાના પહેલા અને પછી આરોપીને જે સહયોગ મળ્યો તે વ્યવસ્થામાં કેટલો સડો છે તે દર્શાવે છે.’

Read Also

Related posts

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોત પહોંચ્યાં જેસલમેર, ભાજપના નેતાઓ ઉપર સાધ્યું નિશાન

Mansi Patel

અખિલેશ બાદ માયાવતી પણ કરશે બ્રાહ્મણોને ખુશ, સત્તામાં આવશે તો પરશુરામની પ્રતિમા લગાવશે

Pravin Makwana

પૂર્વ CAGએ કર્યો ખુલાસો, પાકિસ્તાન સાથેના તણાવને લઈ વેબસાઈટ પર ઓડિટ અપલોડ કર્યા નહોતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!