GSTV

લોકસભા ચૂંટણી પહેલા પિતા-પુત્ર અખિલેશ મુલાયમને મોટો ઝટકો

Akhilesh Yadav and Mulayam Singh Yadav Akhilesh Yadav and Mulayam Singh Yadav

Last Updated on March 25, 2019 by Alap Ramani

આવક કરતા વધુ સંપત્તિ મામલે સુપ્રીમ કોર્ટે અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવને મોટો ઝાટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે આ મામલે સીબીઆઈને નોટિસ ફટકારી બે સપ્તાહમાં જવાબ માગ્યો છે. ગત સુનાવણી દરમ્યાન કોર્ટે સીબીઆઈને તપાસ રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા હતા.

કોર્ટે સોમવારે સુનાવણી દરમ્યાન જણાવ્યું કે, 2007માં સીબીઆઆઈએ કહ્યું હતું કે, પહેલી નજરે આવક કરતા વધું સંપત્તિ મામલે કેસ દાખલ થઈ શકે છે, તો સીબીઆઈએ અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ વિરૂદ્ધ કેમ કેસ દાખલ ન કર્યો. કોર્ટમાં અરજી કરનાર વિશ્વનાથ ચતુર્વેદીએ જણાવ્યુ કે, સીબીઆઈ ફરીવાર મેજિસ્ટ્રેટ કોર્ટમાં આવક કરતા વધારે સંપત્તિ મામલે નવો રિપોર્ટ રજૂ કરે.

વિશ્વનાથ ચતુર્વેદીએ કરેલી અરજીમાં મુલાયમસિંહ, અખિલેશ તેની પત્ની ડિમ્પલ યાદવ અને મુલાયમસિંહ યાદવના પુત્ર પ્રતિક યાદવ વિરૂદ્ધ સત્તાનો દુરૂપયોગ કરવાનો આરોપ છે. આ પહેલા કોર્ટે મુલાયમ અને અખિલેશની પુનર્વિચારની અરજીને કોર્ટે ફગાવી હતી.જે બાદ મુલાયમના પરિવારની મુશ્કેલી સતત વધી રહી છે.

READ ALSO

Related posts

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!