GSTV
Home » News » આજથી આ બે નેતાઓનો ‘ટાઇમ શરૂ’ ? રાહુલ અને પ્રધાનમંત્રી માટે બન્યા છે મુસીબત

આજથી આ બે નેતાઓનો ‘ટાઇમ શરૂ’ ? રાહુલ અને પ્રધાનમંત્રી માટે બન્યા છે મુસીબત

લોકસભા ચૂંટણી પહેલા સપા અને બસપા વચ્ચે ગઠબંધનનું ઔપચારિક એલાન થવા જઈ રહ્યું છે. આજે આ બંન્ને નેતાઓ અખિલેશ યાદવ અને માયાવતી ગઠબંધનનું એલાન કરી શકે છે. જોકે બંન્ને નેતાઓએ હજુ પણ ઔપચારિક માહિતી નથી આપી. પ્રેસ કોન્ફરન્સમાં આ બંન્ને નેતાઓ આ વાતનું એલાન કરી શકે તેવી સ્થિતિ વર્તાય રહી છે. ખાસ વાત એ છે કે સપા અને બસપાના ગઠબંધનનું એલાન એ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે જ્યાં 2017માં વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી મિત્રતા દર્શાવી હતી.

અત્યાર સુધી તો રાષ્ટ્રીય લોકદળના નેતાઓને પ્રેસ કોન્ફરન્સમાં રાખવાની સૂચનાઓ નથી આપવામાં આવી. પણ અજિત સિંહ અને તેમના પુત્ર જયંતનું પણ ગઠબંધન માનવામાં આવી રહ્યું છે. પહેલા ગઠબંધનની જાહેરાત 15 જાન્યુઆરીએ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવના જન્મદિવસ પર થવાની હતી. પણ એ દિવસે કુંભનું પહેલું અને મહત્વપૂર્ણ સન્નાન હોવાના કારણે આ ઘોષણાની તારીખ બદલી નાખવામાં આવી.

આ ગઠબંધનની ઘોષણાની તારીખ બદલતા લાગી રહ્યું છે કે મીડિયા સંપૂર્ણ રીતે આ ઈવેન્ટને મહત્વ આવે. આ ગઠબંધનથી એ પણ સાફ થઈ જાય કે પાર્ટીના નેતાઓ કઈ બેઠકો પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં રાહુલ ગાંધી સાથે સપાના નેતાઓએ ગઠબંધન કર્યું હતું. પણ રાહુલે રાજનીતિ એવી રમી કે સપાના કોઈ પણ ધારાસભ્યને મંત્રી પદમાં જગ્યા જ ન મળી. જેના પરિણામે અખિલેશ યાદવ રોષે ભરાયા હતા.

આ વચ્ચે ગઈકાલે એવી વાતો ઉડી હતી કે હાર્દિક પટેલને વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા માટે રાખવામાં આવશે. જેથી ગુજરાતી વિરૂદ્ધ ગુજરાતીનું ફેક્ટર ઉભું કરવાનું આ ગઠબંધનનું નિર્ણાયક કામ છે. જોકે આ વાતમાં કેટલી સત્યતા છે તેના વિશે બંન્ને નેતાઓએ ચૂપ્પી સેવી છે.

READ ALSO

Related posts

કોટામાં 75 વર્ષની મહિલાએ આપ્યો બાળકીને જન્મ, ચોંકી ઉઠ્યાં ડોક્ટર્સ

Kaushik Bavishi

ફિલ્મના પોસ્ટરમાં પોતાનો ફોટો જોઈ ભાજપના આ દિગ્ગજ નેતાએ આપી આ પ્રતિક્રિયા

pratik shah

અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!