GSTV
Home » News » અખિલેશ યાદવની સભામાં આખલાએ એન્ટ્રી મારી, અખિલેશે કહ્યું, ‘બીજેપીના કારણે…’

અખિલેશ યાદવની સભામાં આખલાએ એન્ટ્રી મારી, અખિલેશે કહ્યું, ‘બીજેપીના કારણે…’

ઉત્તર પ્રદેશની ચૂંટણી રાજનીતિમાં હવે ગધેડા બાદ ખૂંટીયાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર કરી રહેલા અખિલેશ યાદવની કન્નોજની રેલીમાં એક ખૂંટીયાએ તાંડવા મચાવ્યો હતો. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભરી સભામાં ખૂંટીયાની એન્ટ્રીથી યોગી આદિત્યનાથ પર ટીકાઓનો વરસાદ કર્યો હતો. અખિલેશે કહ્યું હતું કે, રખડતા ઢોરના કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. અખિલેશના નિવેદન બાદ યોગી આદિત્યનાથે પણ પ્રહાર કર્યા હતા.

શું કહ્યું યોગી આદિત્યનાથે ?

ચૂંટણી પ્રચાર દરમ્યાન શાહજહાંપુરમાં પહોંચેલા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, કન્નોજની ગઠબંધન સરકારની રેલીમાં ઘુસેલા નંદી બાબાને જ્યારે ખબર પડી કે રેલી ખાટકીઓનું સમર્થન કરનારાઓની થઈ રહી છે ત્યારે તેમણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નંદી બાબાને હટાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા પણ કોઈ સફળતા હાથ ન લાગી. જ્યારે પ્રાર્થના કરવામાં આવી કે ભાઈ સપાનું પણ કામ ચાલવા દો, ત્યારે શાંત થઈને ત્યાંથી ચાલ્યા ગયા.

અખિલેશની સભામાં આખલાની એન્ટ્રી

જણાવી દઈએ કે બે દિવસ પહેલા અખિલેશની સભામાં આખલો ઘુસી આવ્યો હતો. આ દરમ્યાન રેલીના સ્થળ પર ભગદડ મચી ગઈ હતી. ખૂંટીયા પર કાબૂ મેળવવાના ચક્કરમાં સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા. સભામાં ખૂંટીયાના પ્રવેશથી અખિલેશ યાદવે સીએમ યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા હતા. ડિમ્પલ અખિલેશના રોડ શોમાં આખલો ઘુસ્યો રોડ શો અને રેલીઓમાં ખૂંટીયાઓનો આતંક ખત્મ થવાનું નામ નથી લઈ રહ્યો. 25 એપ્રિલે અખિલેશ યાદવની જનસભામાં ઉત્પાત મચાવ્યા બાદ ખૂંટીયો શનિવારે તેમના રોડ શોમાં પણ ઘુસી ગયો હતો. જેના હુમલાથી સપાના ઘણા કાર્યકરોને ઈજા પહોંચી હતી. અખિલેશ યાદવે તો ખૂંટીયાનો વીડિયો ટ્વીટર પર પણ શેર કર્યો હતો.

પ્રિયંકાના રોડ શોમાં પણ આખલાની એન્ટ્રી

જો કે ખૂંટીયાની લડાઈ ખત્મ નથી થઈ. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના રોડશોમાં પણ અચનાક ખૂંટીયો બેકાબૂ થઈ ભીડમાં ઘૂસી જતા જનતાને વેર વિખેર કરી નાખી હતી. પોલીસકર્મીઓએ ખૂંટીયાને કાબૂમાં લેવા માટે ખૂબ કોશિષ કરી હતી. થોડા સમયમાં અફરાતફરી મચી ગઈ હતી. ભારે મશક્કત બાદ આખલાને ત્યાંથી ખસેડવામાં સફળતા હાથ લાગી હતી.

શું કહ્યું હતું અખિલેશે ?

સભામાં ખૂંટીયા પ્રવેશને અખિલેશ યાદવે બીજેપી સરકાર પર પ્રહાર કર્યા હતા. અખિલેશે કહ્યું કે, આજકાલ તમે જોઈ નથી રહ્યા કે રખડતા ખૂંટીયાઓનો ત્રાસ વધવા લાગ્યો છે. રેલીમાં ખૂંટીયો ઘુસ્યો અને ગુસ્સો બિચારા સુરક્ષાકર્મી પર ઠાલવ્યો. જ્યારે તેને ખબર પડી કે આ તેને બેઘર કરનારાઓની રેલી નથી ત્યારે તે શાંત થયો. સપા અધ્યક્ષે કહ્યું કે, આ લોકોએ જાનવરોને દુખ પહોંચાડ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, 21 મહિનામાં અમે એક્સપ્રેસ વે બનાવ્યો હતો. પણ ગત્ત પાંચ વર્ષથી જનતા રખડતા ઢોરોથી પરેશાન થઈ છે. અખિલેશે કહ્યું કે, જો સરકાર રાજનૈતિક કાર્યક્રમોમાં આખલાઓને પ્રવેશને રોકી નથી શકતી તો ગરીબ ખેડૂતોનો શું હાલ થઈ રહ્યો હશે ?

READ ALSO

Related posts

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર PAK કમાંડો ઠાર, ભારતે આ રીતે લીધો બદલો

Bansari

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મળી મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં કર્યો પ્રવેશ

Arohi

કુલ્લુમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિ, પહાડોમાં ભૂસખ્લનથી વાહન વ્યવહારને અસર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!