GSTV
Home » News » અખિલેશ યાદવે ઉ.પ્ર.માં સપાની તમામ સમિતિઓ વિખેરી નાખી

અખિલેશ યાદવે ઉ.પ્ર.માં સપાની તમામ સમિતિઓ વિખેરી નાખી

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ આજે ઉત્તર પ્રેદશમાં પોતાના પક્ષની   કારોબારી, જિલ્લા અને યુવા પાંખ સહિતની  તમામ સમિતિઓ વિખેરી નાખ્યા છે. લોકસભા ચૂંટણીમાં થયેલા કારમા પરાજ્ય પછી અખિલેશ યાદવ પોતાના પક્ષમાં મોટા પાયે ફેરફાર કરવા માગે છે. 

જો કે ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટી પ્રમુખ નરેશ ઉત્તમને ચાલુ રાખવામાં આવ્યા છે. નામ ન આપવાની શરતે પક્ષના એક વરિષ્ઠ નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે પક્ષ પ્રમુખ અખિલેશ યાદવે રાજ્યની કારોબારી સમિતિને વિખેરી નાખી છે. તમામ જિલ્લાની કારોબારીના સભ્યો તાૃથા યુવા સહિતની અન્ય પાંખોના સભ્યોને પણ  દૂર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં નવી સમિતિઓની રચના કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં બસપા અને આરએલડી સાાૃથે ગઠબંાૃધન કરવા છતાં સમાજવાદી પાર્ટીને ફક્ત પાંચ જ બેઠકો મળી છે. સમાજવાદી પાર્ટીને સૌાૃથી મોટો આંચકો કન્નોજ બેઠક પર લાગ્યો છે. કન્નૌજ બેઠક પર અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવની હાર થઇ છે. ડિમ્પલ યાદવનો ૨૦૧૪માં આ બેઠક પર વિજય થયો હતો.

READ ALSO

Related posts

વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

NIsha Patel

સુરતના હિરાના વેપારીઓ માટે આખરે GST ખુશખબર લઈને આવ્યું

Mayur

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં લુણાવાડા બેઠક પર આ ઉમેદવારોના નામની ચર્ચા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!