GSTV
Home » News » અખિલેશ અને માયાવતીએ ભાજપને તેમના તમામ કામો યાદ અપાવી દીધા, એક મુદ્દો પણ ન છોડ્યો

અખિલેશ અને માયાવતીએ ભાજપને તેમના તમામ કામો યાદ અપાવી દીધા, એક મુદ્દો પણ ન છોડ્યો

2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિજયરથ રોકવા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એક થઇ છે. લખનૌમાં માયાવતી અને અખિલેશ યાદવે સંયુક્તપણે પ્રેસ કોન્ફરન્સ કરી ગઠબંધનની જાહેરાત કરી. આ ગઠબંધનમાં કોંગ્રેસનો સમાવેશ કરાયો નથી. માયાવતીએ ગઠબંધનની જાહેરાત કરતા ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા. માયાવતીએ કહ્યું કે દેશ અને પ્રજાહિતને ધ્યાને રાખીને અમે ગઠબંધન કર્યું છે.

1993માં પણ સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયું હતું જેમણે ભાજપને હાર આપી હતી. અને હવે અમે સાથે મળીને અહંકારી અને પ્રજાવિરોધી ભાજપ પાર્ટીને હરાવીશું. સપા અને બસપા વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પણ જાહેર કરવામાં આવી. જે મુજબ બંને પક્ષો 38-38 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે કે અમેઠી અને રાયબરેલીમાં ગઠબંધનના કોઇ ઉમેદવાર નહીં હોય.

પીએમ મોદી અને અમિત શાહની ઉંઘ ઉડાવશે

માયાવતીએ આક્ષેપ કર્યો કે તેમની આ પ્રેસ કોન્ફરન્સ પીએમ મોદી અને અમિત શાહની ઉંઘ ઉડાડનારી કોન્ફરન્સ છે. ભાજપની તાનાશાહીથી દેશની પ્રજા કંટાળી ગઇ છે. સરકારના નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોને કારણે પ્રજા પાયમાલ થઇ ગઇ છે. માયાવતીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. માયાવતીએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંનેની નીતિ એક છે. બોફોર્સ કાંડમાં કોંગ્રેસની સત્તા ગઇ હતી. હવે રફાલ ડીલને કારણે ભાજપની સત્તા જશે. કોંગ્રેસના રાજમાં કટોકટી જાહેર કરાઇ હતી. જ્યારે કે ભાજપના રાજમાં અઘોષિત કટોકટી જેવો માહોલ છે.

ભાજપના અહંકારનો નાશ કરવા ગઠબંધન જરૂરી

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ તેમના ગઠબંધનને દેશની જરૂરીયાત ગણાવી. તેમણે કહ્યું કે ભાજપના અહંકારનો નાશ કરવા ગઠબંધન જરૂરી છે. અખિલેશ યાદવે ભાજપને આડેહાથ લેતા કહ્યું કે ભાજપના રાજમાં ગરીબો અને ખેડૂતોના હાલ બેહાલ છે. જેમણે આક્ષેપ કર્યો કે ધર્મ અને જાતિના નામે ભાજપ અત્યાચાર કરે છે. અખિલેશ યાદવે સપાના કાર્યકર્તાઓને પણ માયાવતીનું સન્માન કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે માયાવતીનું સન્માન એ મારું સન્માન છે અને માયાવતીનું અપમાન એ મારું અપમાન છે.

READ ALSO

Related posts

આ ઈન્ટરનેશનલ કંપનીએ ગુજરાતનાં ખેડૂતો સામે કર્યો કેસ

Mansi Patel

તો આ કારણે પ્રિયંકા ગાંધી મોદી વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ન ઉતર્યા

Mayur

સેકન્ડમાં જ આખા શહેરનો ખાત્મો બોલાવી શકતી સબમરીનનું નિર્માણ કર્યું આ દેશે

Mayur