GSTV
India News Trending

પોલિટિક્સ / રામચરિતમાનસ વિવાદ થકી અખિલેશ અતિ પછાત વર્ગની વોટબેંક કબજે કરવા કરી રહ્યા છે પ્રયાસ

ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખેલ મહાકાવ્ય રામચરિત માનસને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ શરૂ થઈ ગયો છે પરંતુ આ વિવાદના કારણે હવે ઉત્તર પ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે. વિવાદની શરૂઆત બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર ના એક નિવેદનથી શરૂ થઈ હતી. જે રીતે વિવાદ વધી રહ્યો છે તે રીતે રાજકીય નેતાઓ પણ પોતાના પાપડ શેકી રહ્યા છે. અખિલેશ યાદવ આ વિવાદને લઈને તેમના નેતા સ્વામી પ્રસાદ મોર્ય ના સમર્થનમાં આવી ગયા છે.


અખિલેશ દ્વારા મૌર્યને સમર્થન કરવાનો સીધો જ અર્થ એ થાય કે સપા હવે નવો રાજકીય આધાર શોધી રહી છે અને તે આધાર તે અત્યંત પછાત વર્ગમાંથી જ હોઈ શકે છે. મૌર્યની ટિપ્પણીને રક્ષાત્મક હોવાના બદલે સમાજવાદી પાર્ટી ખુદને સૌથી પછાત વર્ગના હિતેશીના રૂપમાં રજૂ કરી રહી છે. હાલમાં સપાના નેતાએ કહ્યું હતું કે ભાજપના લોકો વિચારે છે કે પછાત વર્ગના લોકો સુદ્ર છે. ભાજપને ધાર્મિક કાર્યક્રમમાં પછાત વર્ગના લોકોને લઈ જવાથી પરેશાની થાય છે. ભારતીય જનતા પાર્ટીના લોકોએ યાદ રાખવું જોઈએ કે સમય બદલાઈ રહ્યો છે અને ભવિષ્યમાં તેમનો સમય પણ આવી શકે છે ઉપરાંત અખિલેશ યાદવે એમ પણ કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રામચરિત માનસની ચોપાઈ વિશે પૂછશે. ભાજપ અને સપા રામચરિત માનસને લઈને પોત પોતાના લાભ અનુસાર રાજનીતિ રમી રહ્યા હોય એવો માહોલ બની રહ્યો છે.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV