GSTV
ANDAR NI VAT

ઉત્તરપ્રદેશમાં વધતી ગુનાખોરી મામલે અખિલેશના યોગી પર પ્રહાર

ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં યોગી આદિત્યનાથે બહેતર બનેલા કાયદો અને વ્યવસ્થાના નામે મત માગ્યા હતા અને તેમને મત મળ્યા પણ ખરા, પરંતુ વાસ્તવિકતા યોગી સરકારના દાવા કરતાં બિલકુલ અલગ છે. યોગી સરકાર ભલે દાવા કરે કે આટલા ગુનેગારોના એન્કાઉન્ટર કર્યા અને આટલા ગુનેગારોને જેલમાં પૂર્યા પરંતુ તેનાથી ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીમાં લગીરેય ઘટાડો થયો નથી. ઊલટું, ક્રાઈમરેટ પ્રતિદિન વધતો જાય છે.

અખિલેશ

આ વિશે અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન તાક્યું હતું. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના રાજમાં અપરાધના નવા કીર્તિમાન રચાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં વર્ષ 2022ના પ્રથમ ચાર મહીનામાં 82 બાળકો લાપતા બન્યા છે. પોલીસ અપહરણના કેસ નોંધવામાં ઢીલ કરી રહી છે અને ભાજપ સરકાર મૂકપ્રેક્ષક બનીને બેઠી છે. ઉત્તરપ્રદેશમાં સત્તાના સંરક્ષણમાં અરાજકતા અને અવ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભાજપના નેતાઓ અહંકારમાં ડૂબેલા છે તથા સ્થાનિક અધિકારીઓ પણ ભાજપના દબાણમાં આવીને અસલ ગુનેગારોને છાવરી રહ્યા છે.

યોગી

અખિલેશે આક્ષેપ મૂક્યો કે કન્નૌજના શૌરીખમાં ભાજપના કાર્યકરે એક દલિત બાળકી પર દૂષ્કર્મ ગુજારી તેની હત્યા કરી નાખી. ઝાંસીમાં ટોલપ્લાઝા પર ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો. ભાજપ, ગુનેગાર અને પોલીસની ત્રિપૂટીથી લોકોને તથા ખાસ કરીને બહેનો-દીકરીઓને કઈ રીતે બચાવવા તે સૌથી મોટો સવાલ છે.

Read Also

Related posts

હું કોઈનો હનુમાન નથી, હું રામચંદ્ર છું: આરસીપી સિંહનો નીતીશકુમારને જવાબ

HARSHAD PATEL

એકનાથ શિંદેએ રાજ ઠાકરેને કર્યો ફોનઃ શું શિંદે સેના મનસેમાં વિલીન થશે?

Damini Patel

હજુ બે-ત્રણ દિવસ વિપક્ષમાં છું: કેન્દ્રીય મંત્રીએ મહારાષ્ટ્રમાં સત્તાપલ્ટાના સંકેત આપ્યા

Bansari Gohel
GSTV